________________
વિજયા રાજધાની
૨૫
૨
પદ્મવરવેદિકા છે. તેની ચારે બાજુ ફરતો ૧ વનખંડ છે. તે પીઠિકાની ચારે દિશામાં ૧-૧ દ્વાર છે. તેના ૩-૩ સોપાન છે. દરેક દ્વારની આગળ પૂર્વે કહ્યા મુજબના તોરણ છે. પીઠિકાની મધ્યમાં તપનીય સુવર્ણનો ૧ પ્રાસાદાવતંસક છે. તે ૬૨/, યોજન ઊંચો છે અને ૩૧/, યોજન લાંબો-પહોળો છે. તે પ્રાસાદની મધ્યમાં સર્વરત્નની ૧ મણિપીઠિકા છે. તે ૧ યોજન લાંબી-પહોળી અને ` ્ યોજન ઊંચી છે. તેની ઉપર વિજયદેવનું એક મોટું સિંહાસન છે. તેની ચારે બાજુ પિરવારના દેવોના સિંહાસનો છે. આ મૂળ પ્રાસાદની ચારે બાજુ એક-એક પ્રાસાદ છે. તેમની લંબાઈપહોળાઈ-ઊંચાઈ મૂળ પ્રાસાદ કરતા અડધી છે. તે દરેકમાં ૧૧ સિંહાસન છે. આ ચાર પ્રાસાદની દરેકની ચારે બાજુ ૧-૧ પ્રાસાદ છે. તેમની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ તેમના કરતા અડધી છે. તેમાં પણ ૧-૧ સિંહાસન છે. આ ૧૬ પ્રાસાદોની દરેકની ચારે બાજુ ૧-૧ પ્રાસાદ છે. તેમની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ તેમના કરતા અડધી છે. તેમાં પણ ૧-૧ સિંહાસન છે. કુલ ૮૫ પ્રાસાદો છે.
મૂળપ્રાસાદથી ઈશાન ખૂણામાં વિજયદેવની સર્વરત્નની સુધર્મસભા છે. તે ૧૨/ યોજન લાંબી, ૬/ડુ યોજન પહોળી અને ૯ યોજન ઊંચી છે. તેના પશ્ચિમ સિવાયની ૩ દિશામાં ૩ દ્વાર છે. તે દ્વારો ૨ યોજન ઊંચા અને ૧ યોજન પહોળા છે. દરેક દ્વારની આગળ ૧-૧ મુખમંડપ છે. તેમાં ૧-૧ ઉત્તપ્ત તપનીય સુવર્ણના ચંદરવા છે. તે ૧૨/‚ યોજન લાંબા, ૬/ ૢ યોજન પહોળા અને સાધિક ૨ યોજન ઊંચા છે. દરેક મુખમંડપની આગળ પ્રમાણથી મુખમંડપની સમાન ૧-૧ પ્રેક્ષાગૃહમંડપ છે. તેમાં પણ ઉત્તપ્ત તપનીય સુવર્ણના ચંદરવા છે. તે પ્રેક્ષાગૃહમંડપની મધ્યમાં ૧-૧ મણિપીઠિકા છે. તે ૧ યોજન લાંબી-પહોળી અને /‚ યોજન ઊંચી છે. દરેક મણિપીઠિકાની ઉ૫૨ ૧-૧ સિંહાસન છે. તે પ્રેક્ષાગૃહમંડપની આગળ સર્વમણિની ૧-૧ મણિપીઠિકા છે. તે ૨