________________
જગતના દ્વાર
૨૩
સ્થાને સર્વરત્નના કદલીગૃહ વગેરે ઘણા ગૃહો છે. તે દરેકમાં તેમાં રહેનારા દેવના સર્વરત્નના વિવિધ આકારના આસનો છે. વનખંડમાં તે તે સ્થાનમાં સર્વરત્નના જાઈમંડપ વગેરે ઘણા મંડપો છે. આ મંડપોમાં હંસાસન વગેરેના આકારના, નયનરમ્ય, સોનાના ઘણા શિલાપટ્ટકો છે. આ ક્રિીડાપર્વતો, ગૃહો અને મંડપોમાં ઘણા વ્યંતર દેવ-દેવીઓ ક્રિીડા કરે છે.
બધા દ્વીપ-સમુદ્રોની ચારે બાજુ ફરતી આ પ્રમાણે જગતી અને તેની ઉપર પદ્મવરવેદિકા અને વનખંડ છે. જગતીના દ્વાર :
જંબૂદીપની જગતીમાં ચારે દિશામાં ૧-૧ દ્વાર છે. તે દરેક ૪-૪ યોજન પહોળા અને ૮-૮ યોજન ઊંચા છે. તે દરેકની બન્ને બાજુ ૧-૧ ગાઉ પહોળા બારસાખ છે. પૂર્વદિશામાં વિજયદ્વાર, ઉત્તરદિશામાં વૈજયન્ત દ્વાર, પશ્ચિમ દિશામાં જયન્તકાર અને દક્ષિણદિશામાં અપરાજિતદ્વાર છે. તે દ્વારા નીચેથી વજરત્નના અને ઉપરથી રિઝરત્નના છે. તેમના થાંભલા વૈડૂર્યરત્નના છે, ભૂમિ પાંચ પ્રકારના રત્નની છે, ડહેલી હંસગર્ભરત્નની છે, ઈન્દ્રનીલક ગોમેય (ગોમેદ) રત્નના છે, બારસાખ લોહિતરત્નના છે, દરવાજા વૈડૂર્યરત્નના છે, આગળિયા વજરત્નના છે. તે દ્વારના અધિપતિ ૧-૧ પલ્યોપમના આયુષ્યવાળા દ્વારના નામવાળા વ્યંતરદેવો છે. તેમનો પરિવાર આ પ્રમાણે છે - ૪,૦૦૦ સામાનિકદેવો, ૩ પર્ષદા, ૭ સૈન્ય, ૭ સેનાપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષકદેવો, ૪ અગ્રમહિષી અને બીજા ઘણા વ્યંતર દેવ-દેવી. રાજધાની :
વિજયદ્વારની પૂર્વ દિશામાં તીચ્છ અસંખ્ય દીપ-સમુદ્રો ઓળંગીને પછીના અન્ય જંબૂદ્વીપમાં ૧૨,૦૦૦યોજન અવગાહીને વિજય દેવની વિજયા રાજધાની છે. તેની લંબાઈ-પહોળાઈ ૧૨,૦૦૦ યોજન છે, પરિધિ સાધિક ૩૭,૯૪૭ યોજન છે. તે રાજધાનીની ચારે