________________
૨૪
વિજયા રાજધાની
'જ્
८
બાજુ ફરતો સર્વરત્નનો કિલ્લો છે. તે ૩૭૧/‚ યોજન ઊંચો છે, મૂળમાં ૧૨૧/૨ યોજન પહોળો છે, વચ્ચે ૬/ યોજન પહોળો છે અને ઉપર ૩૧/૮ યોજન પહોળો છે. તે કિલ્લાની ઉપર સર્વમણિના પાંચ વર્ણના કાંગરા છે. તે ૫૦૦ ધનુષ્ય પહોળા છે, ૧,૦૦૦ ધનુષ્ય લાંબા છે અને દેશોન ૧,૦૦૦ ધનુષ્ય ઊંચા છે. તે રાજધાનીની દરેક બાહામાં ૧૨૫ દ્વાર છે. તે દરેક દ્વાર ૬૨૧/ યોજન ઊંચા છે, અને ૩૧૧/ યોજન પહોળા છે. દરેક દ્વારની બન્ને બાજુ સર્વરત્નની ૧-૧ પીઠ છે. તેની ઊંચાઈ ૧૫/ યોજન છે અને લંબાઈ-પહોળાઈ ૩૧/૦ૢ યોજન છે. દરેક પીઠની ઉપર ૧-૧ પ્રાસાદાવતંસક છે. તેમની લંબાઈ-પહોળાઈ ૧૫' યોજન છે અને ઊંચાઈ ૩૧`/ યોજન છે. નગરીની અંદર દરેક દ્વારની બહુ દૂર નહો – બહુ નજીક નહીં એવા સ્થાને ૧૭ પ્રાસાદ છે. તેમાં ૯-૯ પ્રાસાદ આગળ છે અને ૮-૮ પ્રાસાદ તેમની પાછળ છે. આગળના દરેક પ્રાસાદમાં વચ્ચે વિજયદેવનું ૧-૧ સિંહાસન છે. તેની ચારે બાજુ સામાનિક દેવો વગેરેના સિંહાસનો છે. પાછળના ૮ પ્રાસાદોમાં દરેકમાં ૧-૧ સિંહાસન છે. તે રાજધાનીની બહાર ચારે દિશામાં ૫૦૦-૫૦૦ યોજન દૂર ૧-૧ વનખંડ છે. પૂર્વમાં અશોકવન, દક્ષિણમાં સપ્તપર્ણવન, પશ્ચિમમાં ચંપકવન, ઉત્તરમાં ચૂતવન. આ દરેક વનખંડની લંબાઈ સાધિક ૧૨,૦૦૦ યોજન છે અને પહોળાઈ ૫૦૦ યોજન છે. તે વનખંડોની ચારે બાજુ ફરતો ૧-૧ કિલ્લો છે. તે વનખંડોના મધ્યભાગમાં ૧-૧ પ્રાસાદાવતંસક છે. તે ૬૨' યોજન ઊંચા અને ૩૧/, યોજન પહોળા છે. તેમાં ૧-૧ સિંહાસન છે. આ દરેક પ્રાસાદમાં ૧ પલ્યોપમના આયુષ્યવાળા વનના નામવાળા ૧-૧ મહáિક દેવ રહે છે. તે દરેકનો પોતપોતાનો સામાનિક દેવો વગેરેનો પરિવાર હોય છે.
તે રાજધાનીની મધ્યમાં શુદ્ધ જાંબૂનદની ૧ પીઠિકા છે. તેની લંબાઈ-પહોળાઈ ૧,૨૦૦ યોજન છે, ઊંચાઈ ૧/, ગાઉ છે અને પરિધિ સાધિક ૩,૭૯૫ યોજન છે. તેની ચારે બાજુ ફરતી એક