________________
૨૧
જબૂદીપની જગતી
દા.ત., નીચેથી ૧ યોજન અને ૨ ગાઉ ચઢીએ ત્યારે જગતીની પહોળાઈ = ૧૨ યોજન – (૧ યોજન + ૨ ગાઉ)
= ૧૦ યોજન ૨ ગાઉ
કોઈ પણ ઊંચી વસ્તુની મૂળ પહોળાઈમાંથી ઉપરની પહોળાઈ બાદ કરી તેને ઊંચાઈથી ભાગતા જે મળે તેટલી તે વસ્તુની પહોળાઈમાં નીચેથી ઉપર જતા હાનિ થાય છે અને ઉપરથી નીચે જતા વૃદ્ધિ થાય છે.
જગતની મૂળ પહોળાઈ = ૧૨ યોજના જગતીની ઉપરની પહોળાઈ = ૪ યોજન જગતીની ઊંચાઈ = ૮ યોજન ૧૨ – ૪ ૮
– = = = ૧ યોજન ( ૮ ૮
એટલે જગતીમાં નીચેથી ઉપર જતા દર ૧ યોજને પહોળાઈમાં ૧ યોજનની હાનિ થાય અને ઉપરથી નીચે જતા દર ૧ યોજને પહોળાઈમાં ૧ યોજનની વૃદ્ધિ થાય.
જગતીમાં ઉપરથી ર યોજન ઉતર્યા પછી જગતીની પહોળાઈ = ૪ + ૨ = ૬ યોજન.
જગતીમાં નીચેથી ર યોજન ચઢ્યા પછી જગતીની પહોળાઈ = ૧૨ – ૨ = ૧૦ યોજન.
એમ જગતમાં સર્વત્ર જાણવું.
આગળ કહેવાશે તે પર્વતોમાં પણ ચઢતા-ઉતરતા પહોળાઈ આ જ રીતે જાણવી.