________________
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/સંકલના
૨૫મી “ક્લેશતાનોપાયાવિંશિકા'માં આવતા
પદાર્થોની સંક્ષિપ્ત સંકલના
૨૪મી સદૃષ્ટિકાર્નાિશિકા'માં સદ્દષ્ટિઓનું વર્ણન કર્યું અને સદ્દષ્ટિઓ જ્ઞાન-ક્રિયાથી મિશ્રિત છે, તે જ્ઞાન-ક્રિયાથી મિશ્રિત એવી સદ્દષ્ટિઓ ક્લેશનાશનો ઉપાય છે, તેથી ક્લેશનાશનો ઉપાય શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રીએ
ક્લેશણાનોપાયાત્રિશિકાની રચના કરેલ છે. જિનવચનાનુસાર જ્ઞાન અને જિનવચનાનુસાર બહિરંગ અને અંતરંગ પ્રવૃત્તિ ક્લેશનાશનો ઉપાય :
શ્લોક-૧માં ક્લેશનાશનો ઉપાય સમ્યગું જ્ઞાન અને સમ્યક્ ક્રિયા છે તેમ બતાવેલ છે. તેથી એ ફલિત થાય છે કે જીવમાં જ્ઞાનશક્તિ છે અને વીર્યશક્તિ છે. અને અજ્ઞાનને કારણે અજ્ઞાનથી નિયંત્રિત વિપરીત જ્ઞાન અને વિપરીત પ્રવૃત્તિથી જીવ કર્મો બાંધે છે અને કર્મોના ફળરૂપે ચાર ગતિઓની વિડંબણાને પ્રાપ્ત કરે છે.
વળી, સર્વજ્ઞના વચનથી જીવને યથાર્થ જ્ઞાન થાય છે ત્યારે તે જીવની જ્ઞાનશક્તિ સમ્યગુ પરિણમન પામે છે, અને તે સમ્યગુ જ્ઞાનથી નિયંત્રિત સમ્યગૂ વીર્યશક્તિને પ્રવર્તાવીને તે મહાત્મા સંસારના કારણભૂત એવાં કર્મોનો નાશ કરે છે, માટે કર્મનાશનો ઉપાય જિનવચનાનુસાર જ્ઞાન અને જિનવચનાનુસાર બહિરંગ અને અંતરંગ ઉચિત પ્રવૃત્તિ છે એમ ફલિત થાય છે.
સમ્યગુ જ્ઞાન અને સન્ક્રિયા ક્લેશનાશનો ઉપાય છે, તેમ બતાવીને, તેને દૃઢ કરવા માટે, તર્કવાદી બૌદ્ધદર્શનકાર જે ક્લેશનાશનો ઉપાય કહે છે તે બતાવીને તે અસંગત છે એમ શ્લોક-રથી ૧૧માં ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કરેલ છે.
બૌદ્ધદર્શનકાર કહે છે કે આત્માના અભાવને જોવાથી નૈરાભ્યદર્શન થાય છે, તેથી આત્મા ઉપર સ્નેહ થતો નથી, અને આત્મા ઉપર સ્નેહ ન થાય તો ક્લેશરૂપ તૃષ્ણાની હાનિ થાય છે. માટે ક્લેશનાશનો ઉપાય નૈરામ્યદર્શન છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org