________________
૧૩૪
ક્લેશતાનોપાયદ્વાત્રિશિકા/શ્લોક-૩૨ શ્લોકાર્ચ -
તેનાથી=જ્ઞાન-ક્રિયારૂપ યોગથી કર્મોનો ક્ષય થાય છે તે કર્મોના ક્ષયથી, ભવપ્રપંચથી રહિત, પરમાનંદથી રમ્ય, નિરુપમ અને અંત વગરનું સ્થાન પ્રાપ્ત થાય છે. Il3II ટીકા :
તત તિ-ર: રૂરલા ટીકાર્ચ -
તત તિ-વ્યg: ૩૨મો શ્લોક સ્પષ્ટ હોવાથી તેની ટીકા ગ્રંથકારશ્રીએ બતાવેલી નથી. li૩૨ા. ભાવાર્થ :જ્ઞાન-ક્રિયારૂપ યોગથી કર્મોના ક્ષયથી ભવપ્રપંચથી રહિત, પરમાનંદથી રમ્ય, નિરુપમ અને અનંત એવા મોક્ષની પ્રાપ્તિ -
ગ્રંથકારશ્રીએ ક્લેશનાશનો ઉપાય શું છે? તે જૈનદર્શનની પ્રક્રિયાથી બતાવ્યું. અને અન્ય અન્ય દર્શનકારો જે ક્લેશનાશનો ઉપાય કહે છે તે સંગત નથી તેમ સ્થાપન કર્યું. તે સાંભળીને જે મહાત્માને સ્થિર નિર્ણય થાય છે કે સમ્યમ્ જ્ઞાનપૂર્વકની સમ્યક ક્રિયાથી ક્લેશનો નાશ થાય છે, તે મહાત્મા કર્મબંધના કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગને જાણીને તેના પ્રતિપક્ષ આત્મિક ભાવોમાં ઉદ્યમ કરે, તો તે મહાત્મા સંસારનાં પાંચ કારણોનો ઉચ્છેદ કરીને યોગનિરોધરૂપ શૈલેશીઅવસ્થાને પ્રાપ્ત કરે છે, અને શૈલેથી અવસ્થાની પ્રાપ્તિથી નિરુપમ એવું સ્થાન પ્રાપ્ત કરે છે અર્થાત્ સંસારમાં ચારે ગતિઓમાંથી કોઈપણ ગતિના સ્થાનની ઉપમા દ્વારા તે સ્થાનનું સ્વરૂપ બતાવી શકાય નહિ તેવું નિરુપમ જે મોક્ષસ્થાન છે, તેને પ્રાપ્ત કરે છે.
વળી તે મોક્ષસ્થાને ચારગતિઓના ભ્રમણરૂપ ભવપ્રપંચથી રહિત છે, તેથી સર્વ વિડંબણા વગરનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org