________________
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/બ્લોક-૩૧–૩૨
૧૩૩
અનંતકાળથી પ્રચિત એવાં તેટલાં કર્મોની એક સાથે ફળ આપવા સ્વરૂપ લાભની અનુપપત્તિ છે; કેમ કે કેટલાંક કર્મો પરસ્પર વિરુદ્ધસ્વભાવવાળાં હોય છે, તેથી તે બંનેનો એક સાથે ઉદય સંભવે નહિ.
જેમ - સુખના અનુવને કરાવનારાં કર્મો અને દુઃખના અનુભવને કરાવનારાં કર્મો - એ બેનો અનુભવ એક સાથે સંભવે નહિ. આથી સ્વર્ગનાં સુખોનો અનુભવ કરાવનારાં કર્મો, અને નરકની કારમી યાતના કરાવનારાં કર્મોનો અનુભવ એક સાથે સંભવે નહિ. માટે પાતંજલની તે પ્રકારની કલ્પના મોહરૂપ છે. અહીં પ્રશ્ન થાય કે તો પછી કયાં કર્મો ભોગનાશ્ય છે ? તેથી કહે છે
નિરુપક્રમ કર્મોનું જ ભોગએકનાશ્યપણું સ્વીકારવું જોઈએ. તેથી જે જીવોએ નિરુપક્રમ કર્મો બાંધ્યાં છે તે કર્મો ભોગએકનાશ્ય છે, અને જે કર્મો નિરુપક્રમ નથી તે કર્મોનો વિપાક પ્રાપ્ત થાય તો ભોગથી નાશ થાય, અને વિપાક પ્રાપ્ત થતાં પૂર્વે પ્રાયશ્ચિત્તથી કે મોક્ષમાર્ગને અનુકૂળ એવા યોગના સેવનથી નાશ થઈ શકે છે. તેથી નિરુપક્રમ કર્મો સિવાયનાં કર્મો જ્ઞાન-ક્રિયારૂપ યોગથી નાશ થઈ શકે છે; અને વિશેષ પ્રકારના જ્ઞાનક્રિયાયોગરૂપ ક્ષપકશ્રેણીમાં સોપક્રમ-નિરુપક્રમ બધાં જ કર્મોનો નાશ થાય છે. માટે ક્લેશનાશનો ઉપાય જ્ઞાન-ક્રિયાસ્વરૂપ યોગમાર્ગ છે એમ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું તે યુક્તિસંગત છે. II૩૧||
અવતરણિકા :
ક્લેશહાનોપાય બત્રીશીનું નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે
શ્લોક ઃ
ततो निरुपमं स्थानमनन्तमुपतिष्ठते । भवप्रपञ्चरहितं परमानन्दमेदुरम् ।। ३२ । ।
અન્વયાર્થ :
તો=તેનાથી=પૂર્વમાં કહ્યું કે જ્ઞાન-ક્રિયારૂપ યોગથી કર્મોનો ક્ષય થાય છે તે કર્મોના ક્ષયથી, મવપ્રપન્વરહિત=ભવપ્રપંચથી રહિત, પરમાનન્દ્રમેવુરં= પરમાનંદથી રમ્ય, નિરુપમં=નિરુપમ, અનાં સ્થાનં=અંત વગરનું સ્થાન પતિષ્ઠતે= પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org