________________
૧૩૧
ક્લેશતાનોપાયદ્વાત્રિશિકા/બ્લોક-૩૧
પૂર્વપક્ષીની વાત બરાબર નથી; કેમ કે પ્રાયશ્ચિત્તાદિથી પણ કર્મના નાશની ઉપપત્તિ હોવાથી, ભોગથી ઇતર એવા પ્રાયશ્ચિત્તાદિથી પણ કર્મોનો નાશ થાય છે તેમ માનવું પડે; અને જ્યારે ભોગવ્યા વગર પ્રાયશ્ચિત્તાદિથી કર્મોનો નાશ થઈ શકતો હોય તો મોક્ષને અનુકૂળ એવા યોગના વ્યાપારથી પણ કર્મના નાશનો સંભવ છે. માટે કાયભૂતાદિની કલ્પનામાં કોઈ પ્રમાણ નથી અર્થાત્ યોગીઓ કાયવૂહની રચના કરીને નિરભિળંગભાવથી સર્વ કર્મો ભોગવે છે, માટે કર્મો ભોગથી નાશ થાય છે તેમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. ભગવદ્ગીતાના વચન પ્રમાણે પણ યોગથી કર્મોના નાશની સંગતિ:
ઉપરમાં કહ્યું એ રીતે યુક્તિથી કાયમૂહની રચના વગર યોગથી કર્મોનો નાશ થાય છે તેમ ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. હવે ગીતાના વચન પ્રમાણે પણ યોગથી કર્મોનો નાશ થાય છે એ બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે --
ગીતામાં કહ્યું છે કે “હે અર્જુન ! જ્ઞાનરૂપી અગ્નિ સર્વકર્મને ભસ્મસાત્ કરે છે.” તેથી અન્યદર્શનના આગમ પ્રમાણે પણ જ્ઞાનયોગથી કર્મનાશ થાય છે તેમ સિદ્ધ થાય છે. કાયવ્યહની રચનાથી કર્મોના નાશની પૂર્વપક્ષી દ્વારા કરાતી સંગતિનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ :
અહીં પૂર્વપક્ષી કહે કે જ્ઞાનયોગથી કે પ્રાયશ્ચિત્તાદિથી કર્મનાશ થઈ શકે છે, તોપણ કેટલાક યોગીઓ પોતાના કર્મોના નાશ અર્થે કાયવૂહની રચના કરીને કર્મોનો નાશ કરે છે તેમ પણ સ્વીકારી શકાશે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
યોગીનું નાટિશરીર વિદ્યમાન હોય ત્યારે શુકરાદિશરીરની ઉપપત્તિ થઈ શકે નહિ; કેમ કે એક જીવને એક સાથે બે શરીર સંભવી શકે નહિ, અને બે શરીર સ્વીકારવામાં આવે તો યોગીનું ચિત્ત બે શરીરમાં કઈ રીતે રહી શકે ? અર્થાત્ રહી કે નહિ માટે. યોગી કાયવૂહની રચના કરે છે એમ માનવું અનુપપન્ન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org