________________
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા|શ્લોક-૩૧
પણ=અત્યારે ભોગરૂપે ઉદયમાં આવ્યા નથી, પરંતુ ભવિષ્યમાં ભોગરૂપે ઉદયમાં આવે તેવા પ્રકારનાં સંચિત પણ કર્મોનો ક્ષય, યોગના સેવનથી ઉત્પન્ન થયેલ અદૃષ્ટને આધીન કાયવ્યૂહના બળથી ભોગ દ્વારા નાશ ઉત્પન્ન થશે.
૧૩૦
* પ્રાયશ્વિત્તાવિનાપિ - અહીં પ્રાયશ્વિત્તાવિ માં ર્િ થી કર્મનાશના અન્ય ઉપાયોનું ગ્રહણ કરવું, અને પિથી એ કહેવું છે કે ભોગ દ્વારા તો કર્મનાશની ઉપપત્તિ છે, પરંતુ ભોગ વગર પ્રાયશ્ચિત્તાદિથી પણ કર્મનાશની ઉપપત્તિછે.
ચોળેનાપિ - અહીં પથી એ કહેવું છે કે પ્રાયશ્ચિત્તથી અને ભોગથી તો કર્મનાશનો સંભવ છે, પરંતુ મોક્ષને અનુકૂળ એવી પ્રવૃત્તિરૂપ યોગથી પણ કર્મનાશનો સંભવ છે.
*મવવામેનાપિ - અહીં વિથી એ કહેવું છે કે અમારા જૈનાગમ પ્રમાણે તો જ્ઞાનયોગથી કર્મ નાશ્ય છે, પરંતુ તમારા આગમ પ્રમાણે પણ કર્મોનું જ્ઞાનયોગથી નાશ્યત્વનું સિદ્ધપણું છે.
યુગપવૃત્તિત્તામાપિ - અહીં પિથી એ કહેવું છે કે અદૃષ્ટના ક્ષય માટે નાનાશ૨ી૨ઉપભોગનાશ્યત્વની તો અનુપપત્તિ છે, પરંતુ તેટલા અદૃષ્ટોની એક સાથે ફલોન્મુખ એવા વૃત્તિલાભની પણ અનુપપત્તિ છે.
ભાવાર્થ:
ભોગથી કર્મોના નાશની પૂર્વપક્ષીની દલીલોનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ :પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે ભોગથી કર્મનાશ સ્વીકારવામાં અનવસ્થાની પ્રાપ્તિ છે. તેનું નિરાકરણ કરતાં પૂર્વપક્ષી કહે છે કે કોઈ સાધક નિરભિષ્યંગભાવથી કર્મોને ભોગવે તો કર્માંતર ઉત્પન્ન થતું નથી, તેથી જે કર્મો બંધાયા છે તેનો ભોગ અભિષ્યંગભાવથી કરવામાં આવે તો નવા કર્મો બંધાય છે માટે અનવસ્થાની પ્રાપ્તિ છે, પરંતુ જે યોગી બંધાયેલા સર્વ કર્મોને નિરભિષ્યંગભાવથી ભોગવે ત્યારે નવા કર્મોનો બંધ થતો નથી માટે અનવસ્થાની પ્રાપ્તિ નથી, તેથી ભોગથી કર્મોનો નાશ સ્વીકા૨વામાં કોઈ દોષ નથી અને તેની પુષ્ટિ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે કે જે યોગી યોગજ અદૃષ્ટને આધીન કાયવ્યૂહના બળથી પ્રચિત પણ કર્મો ભોગવે છે તેઓ નિરભિષ્યંગભાવથી અન્ય ભવોના કર્મોને ભોગવે છે તેથી તેનો ક્ષય ઉત્પન્ન થશે માટે ભોગથી સર્વ કર્મોનો નાશ સ્વીકારવામાં દોષ નથી તેને ગ્રંથકારશ્રી કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org