________________
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૨૦
મારું મૃત્યુ ન થાય એ પ્રકારના આગ્રહરૂપ અભિનિવેશ કેવો છે ? તે સ્પષ્ટ કરવા કહે છે
૬૬
--
सदा
પ્રવૃત્તિ:, સદા=નિરંતર, સ્વરસપ્રવૃત્તિવાળો છે=નિમિત્તને અવધીન પ્રવૃત્તિવાળો છે અર્થાત્ જેમ અન્ય આગ્રહ નિમિત્તને પામીને ઉલ્લસિત થાય છે, તેમ નિમિત્તને આધીન થનારો આ આગ્રહ નથી; પરંતુ સદા નિમિત્ત વગર સ્વરસપ્રવૃત્તિવાળો આ અભિનિવેશ છે.
તવુંહમ્ – તે=વિદ્વાનોને પણ તથારૂઢ સ્વરસવાળો અભિનિવેશ છે તે, પાતંજલયોગસૂત્ર ૨/૯માં કહેવાયું છે
'स्वरस
નિવેશઃ” કૃતિ ।।“વિદ્વાનોને પણ સ્વરસવાહી તથારૂઢ અભિનિવેશ
છે.”
રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ૨૦ના
* મુદ્રિતપ્રતમાં અને હસ્તપ્રતમાં અનિચ્છાથીનપ્રવૃત્તિ: પાઠ છે, ત્યાં નિમિત્તાનથીનપ્રવૃત્તિ: પાઠ સંગત જણાય છે. તેથી તે પાઠ મુજબ અમે અહીં અર્થ કરેલ છે.
* વિપુષોપિ=ડિતસ્યાપિ અહીં પિથી એ કહેવું છે કે પંડિત ન હોય તેવા જીવોને તો સદા સ્વ૨સવૃત્તિવાળો તથારૂઢ અભિનિવેશ છે, પરંતુ પંડિતોને પણ સદા સ્વરસવૃત્તિવાળો તથારૂઢ અભિનિવેશ છે.
ભાવાર્થ:
(૫) અભિનિવેશનું સ્વરૂપ :
સામાન્યથી દરેક જીવે પૂર્વજન્મમાં મરણના દુઃખનો અનુભવ કર્યો છે, તેથી મરણના દુઃખના અભાવની ઇચ્છાની વાસના દરેક જીવ ઉપર પડેલી છે; કેમ કે દુઃખના અનુભવકાળમાં દુઃખના અભાવની ઇચ્છા હોય છે. તેથી પૂર્વભવમાં મરણના દુઃખના અનુભવકાળમાં જે મરણના દુઃખના અભાવની ઇચ્છા તેની વાસના પડે છે, અને તે વાસનાના બળને કારણે વર્તમાનમાં શરીરાદિના અવિયોગના અભિલાષથી મરણાદિ મને પ્રાપ્ત ન થાઓ એવો અભિનિવેશ વર્તે છે; અને આ અભિનિવેશન તત્ત્વના જાણનારા વિદ્વાનોને પણ વર્તે છે અર્થાત્ ‘મને શરીરાદિનો વિયોગ ન થાઓ' એવા પ્રકારના દૃઢ પરિણામરૂપ અભિનિવેશ વર્તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org