Book Title: Kleshhanopay Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 141
________________ ૧૧૪ નૈયાયિકો ચૈત્રશરીરપ્રયોજ્યજાતિની વ્યાપ્ય ચૈત્રના ચરમસુખ-દુઃખાદિમાં રહેલી ભિન્ન જ ચરમત્વજાતિ સ્વીકારે, તો તેમાં પણ સાંકર્યદોષ બતાવીને ગ્રંથકારશ્રી દ્વારા તેનું નિરાકરણ : ચૈત્રશ૨ી૨થી પ્રયોજ્ય એવી ચૈત્રત્વજાતિની વ્યાપ્ય એવી ચૈત્રમાં વર્તતા ચરમસુખદુઃખાદિનિષ્ઠ એવી ભિન્ન જ ચરમત્વજાતિને સ્વીકારવામાં સુખત્વાદિની સાથે સાંકર્યની પ્રાપ્તિ છે, માટે ચરમત્વજાતિ સ્વીકારી શકાય નહિ. આ કથનને ચિત્ર દ્વારા સમજીએ તે આ રીતે ફ્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૨૯ ચૈત્રના સુખ-દુઃખનો જીવનકાળ (૨) (૧) ચૈત્રનું અચરમસુખ-દુઃખ ↓ સુખત્વજાતિ-દુઃખત્વજાતિ સુખત્વજાતિ અને ચમત્વ ચરમત્વ (૧) ચૈત્રના અચરમસુખ-દુઃખમાં રહેનારી સુખત્વજાતિ અને દુઃખત્વજાતિ. (૨) ચૈત્રના ચરમસુખમાં રહેનાર સુખત્વજાતિ અને ચરમત્વધર્મ. (૩) ચૈત્રના ચરમદુઃખમાં રહેનાર ચ૨મત્વ ધર્મ નંબર-૧માં ચૈત્રના અચરમસુખમાં અને અચરમદુઃખમાં રહેનારી સુખત્વજાતિ છે અને દુઃખત્વજાતિ છે. Jain Education International ચૈત્રનું ચરમસુખ ↓ (૩) ચૈત્રનું ચરમદુઃખ નંબર-૩માં ચૈત્રના ચરમદુઃખમાં રહેનાર ચરમત્વધર્મ છે. નંબર-૨માં ચૈત્રના ચરમસુખમાં રહેનારી સુખત્વજાતિ છે અને ચરમત્વ ધર્મ છે. આ રીતે નંબર-૧ અને નંબર-૩ રૂપ ભિન્નાધિકરણમાં ૨હેલ સુખત્વજાતિ અને ચરમત્વજાતિની નંબર-૨ રૂપ=ચૈત્રના ચરમસુખરૂપ એક અધિકરણમાં પ્રાપ્તિ હોવાથી ચરમત્વને જાતિ તરીકે સ્વીકારી શકાય નહિ, એમ ગ્રંથકારશ્રીનો આશય છે. નોંધઃ સુહાદ્રિ માં ગતિ થી ૩:વત્વ ને લઈને પણ સાંકર્ય આપી શકાશે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164