________________
૧૨૪
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૩૧ યોવેવ .... અનવસ્થાનાન્િ ! જ્ઞાન-ક્રિયાના સમુચ્ચયસ્વરૂપ યોગથી જ અનેક ભવોમાં અર્જત કરાયેલાં અને એકઠાં થયેલાં એવાં તેઓનો કર્મોનો, ક્ષય છે, ભોગથી નહિ; કેમ કે અનવસ્થિતિ છે=અનવસ્થા દોષની પ્રાપ્તિ, છે=ભોગજનિત કતરનું પણ ભોગનાશ્યપણું હોવાથી અનવસ્થાન છેઅનવસ્થા દોષ છે.
ત પુરુષાર્થ7નિવરિતમેવ - અહીં તસ્ય માં ૩૫થી એ કહેવું છે કે પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું તેમ ચરમદુઃખત્વનું તો અપુરુષાર્થપણું અનિવારિત જ છે, પરંતુ કર્મક્ષયનું પણ અપુરુષાર્થપણું અનિવારિત જ છે.
મોર્નાિનિતવર્માન્તરપિ - અહીં ૩પ થી એ કહેવું છે કે ભોગજનિત કર્મો તો ભોગનાશ્ય છે, પરંતુ ભોગજનિત કર્માતર પણ ભોગનાશ્ય હોવાથી અનવસ્થા દોષ છે. ભાવાર્થ - ક્લેશહાનના ઉપાયના પ્રસ્તાવમાં કર્મક્ષયના ઉપાયના કથનનું તાત્પર્ય -
શ્લોક-૩૦માં કહ્યું કે સમ્યગુ જ્ઞાન અને સમ્યક ક્રિયા દ્વારા કર્મોનો ક્ષય યુક્ત કહેવાયો છે. ત્યાં પ્રશ્ન થાય કે ક્લેશતાનના ઉપાયનો પ્રસ્તાવ હોવા છતાં કર્મક્ષયના ઉપાયનું કથન ગ્રંથકારશ્રીએ કેમ કર્યું ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
જૈનદર્શનના મતમાં અશુભ વિપાકવાળાં એવાં જ્ઞાનાવરણીયાદિ અનેક પ્રકારનાં કર્મો ક્લેશો છે તેમ કહેવાયું છે. આથી કર્મોનો ક્ષય ક્લેશની હાનિ છે; માટે જ્ઞાન-ક્રિયા દ્વારા કર્મોનો ક્ષય થાય છે તેનો અર્થ એ પ્રાપ્ત થયો કે જ્ઞાન-ક્રિયા દ્વારા કર્મરૂપ ક્લેશોનો નાશ થાય છે.
આશય એ છે કે આત્મામાં લાગેલા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ઉદયને કારણે જીવમાં અજ્ઞાન વર્તે છે, અને અજ્ઞાનવશ જીવ સુખના અર્થે બાહ્ય પ્રવૃત્તિઓ કરીને કર્મોથી બંધાય છે અને ચારગતિની વિડંબણાને પામે છે. માટે જ્ઞાન અને દર્શનનું આવારક કર્મ જીવન સર્વ લેશોનું બીજ હોવાથી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મને જ ક્લેશ કહેવામાં આવે છે.
વળી મોહનીયકર્મ જીવમાં વિકૃતિ નિષ્પન્ન કરીને જીવને ક્લેશ ઉત્પન્ન કરે છે. તેથી મોહથી આકુળ થયેલા જીવો બાહ્ય ભોગાદિમાં પ્રવૃત્તિ કરીને ચાર ગતિઓનું અર્જન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org