________________
૧૧૮
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/બ્લોક-૨૯
છે; એમ કહી શકાય નહિ પરંતુ ઘટ અને ઘટની સામગ્રી વચ્ચે કાર્ય-કારણભાવ સ્વીકારાય છે, અને નીલ-પીતાદિની સામગ્રીથી નીલ-પીતાદિ વર્ણવાળો ઘટ થાય છે, તેમ સ્વીકારાય છે.
તેમ પ્રસ્તુતમાં નૈયાયિકે કરેલું ચરમદુઃખત્વનું લક્ષણ બે કારણ સામગ્રીથી નિર્માણ થયેલું હોવાથી કાર્યતાવચ્છેદક બની શકે નહિ, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે.
પ્રસ્તુતમાં નૈયાયિકે કહેલું ચરમત્વ અર્થસમાજથી આ રીતે સિદ્ધ છે
કોઈ પુરુષને તત્ત્વજ્ઞાન થાય તો તે પુરુષ તે બોધથી દુ:ખના ઉચ્છેદ માટે દુઃખના ઉચ્છેદના ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે, અને તે ઉપાયના સેવનથી દુઃખનો ઉચ્છેદ થાય છે. અને દુઃખની પ્રાપ્તિ દુઃખના આપાદક કર્મોથી થાય છે, અને ચરમકાળમાં જે ચ૨મદુઃખ પ્રાપ્ત થયું, તે દુઃખનાં આપાદક કર્મોથી પ્રાપ્ત થયું, અને તે સાધક પુરુષે દુઃખના ઉચ્છેદના ઉપાયમાં પ્રયત્ન કર્યો, તેથી તે પ્રયત્નથી જ્યારે દુઃખનો ઉચ્છેદ થશે તેની પૂર્વના દુઃખમાં દુઃખના પ્રાગભાવનો અભાવ પ્રાપ્ત થશે. તેથી તે પુરુષના પ્રયત્નથી થયેલા દુઃખના ઉચ્છેદના યત્નથી ચરમદુઃખમાં દુઃખના પ્રાગભાવનો અભાવ પ્રાપ્ત થયો, અને તે દુઃખના પ્રાગભાવના અભાવકાલીન ચરમદુઃખ દુઃખની આપાદકસામગ્રીથી થયું. તેથી બે કારણસામગ્રીથી ઉત્પન્ન થયેલ દુ:ખના પ્રાગભાવના અસમાનકાલીન ચરમદુઃખત્વ તે પુરુષમાં પ્રાપ્ત થયું. માટે તેવું ચરમદુઃખત્વ તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક સ્વીકારી શકાય નહિ .
વસ્તુતઃ બે કાર્યની કારણસામગ્રીથી થતા બે કાર્યને એક કાર્ય સ્વીકારીને કાર્ય-કારણભાવ સ્વીકારી શકાય નહીં અર્થાત્ દુઃખના પ્રાગભાવનો ઉચ્છેદ દુઃખના ઉપાયોના=ભાવિમાં દુઃખ પ્રાપ્ત કરાવે એવા દુઃખના ઉપાયોના, સેવનના અત્યંત ઉચ્છેદથી પ્રાપ્ત થાય છે, અને ચરમદુઃખ દુ:ખઆપાદક સામગ્રીથી થાય છે. આ રીતે બે કારણસામગ્રીથી થતા બે કાર્યને એક કાર્ય સ્વીકારીને તે કાર્ય તત્ત્વજ્ઞાનથી જન્ય છે તેમ સ્વીકારી શકાય નહીં.
જેમ કોઈ તીર્થંકર સિદ્ધ થાય છે તે તીર્થંકરસિદ્ધત્વરૂપ એક કાર્ય નથી, તેથી તીર્થંકરસિદ્ધરૂપ કાર્ય પ્રત્યે કોણ કારણ છે ? તે પ્રકારની કાર્ય-કારણભાવની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org