________________
૧૧૫
ક્લેશતાનોપાય દ્વાચિંશિકા/શ્લોક-૨૯ વિશેષાર્થ :
નૈયાયિકો ચરમદુઃખત્વને તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક જાતિ સ્વીકારીને તત્ત્વજ્ઞાનથી ચરમદુઃખ માટે યત્ન થાય છે, તેમ સ્થાપન કરે છે. વળી તૈયાયિકો સાંકર્યદોષને સ્વીકારે છે. તેમના સાંકર્યદોષના નિયમને ગ્રહણ કરીને ગ્રંથકારશ્રીએ કહ્યું કે ચરમદુઃખત્વને તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક જાતિ સ્વીકારી શકાય નહિ. તેથી તત્ત્વજ્ઞાનથી કોઈ પુરુષ ચરમદુઃખ માટે યત્ન કરે તેમ સ્વીકારવામાં આવે, અને ચરમદુઃખ ઉત્પન્ન થવાથી ઉત્તરમાં ક્લેશનો નાશ થાય છે તેમ સ્થાપન કરવામાં આવે, તોપણ ચરમદુઃખત્વજાતિ સિદ્ધ નહિ થવાથી જેમ દંડવેન ઘટવેન કાર્યકારણભાવ સ્વીકારાય છે, તેમ ચરમદુઃખત્વેન તત્ત્વજ્ઞાનત્વેન કાર્ય-કારણભાવ સ્વીકારી શકાય નહિ; પરંતુ તે તે પુરુષના તત્ત્વજ્ઞાનથી તે તે ચરમદુ:ખ ઉત્પન્ન થાય છે તેમ માનવું પડે પણ ચરમદુઃખત્વેન તત્ત્વજ્ઞાનત્વેન સામાન્ય કાર્યકારણભાવ સિદ્ધ થાય નહિ. માટે તે તે ચરમદુઃખ પ્રત્યે તે તે તત્ત્વજ્ઞાન કારણ છે તેમ માનવું પડે તેથી અનંતકાર્ય કારણ સ્વીકારવારૂપ ગૌરવ દોષ પ્રાપ્ત થાય. ઉત્થાન :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક ચરમદુઃખને નૈયાયિકો સ્વીકારે છે, પરંતુ ચરમદુઃખત્વ એ દુઃખત્વવ્યાપ્ય જાતિ તરીકે સિદ્ધ થતી નથી, કેમ કે તત્શરીરપ્રયોજ્ય એવી જાતિથી સાંકર્યદોષ આવે છે. તેથી હવે તૈયાયિકો અન્ય પ્રકારનું ચમત્વ સ્વીકારીને તેવું ચમત્વ તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક છે તેમ કહે છે. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – ટીકાર્ય :
અત્ .... ૩૫૫ત્તે:, અચ=સમાતાધિકરણ દુ:ખપ્રાગભાવ અસમાનકાલીનત્વરૂપ ચમત્વ, અર્થવાળું નથી-તત્વજ્ઞાનજચતાવચ્છેદક નથી; કેમ કે અર્થરૂપ જ સમાજથી=કાર્યરૂપ જ સમૂહથી, તેની ઉપપત્તિ છે સમાનાધિકરણ દુ:ખપ્રાગભાવ અસમાનકાલીનત્વરૂ૫ ચમત્વની ઉપપત્તિ છે.
નિલઘટમાં નીલરૂપ અને ઘટ એમ બે કાર્યો છે તેથી નીલઘટરૂપ કાર્ય ગ્રહણ કરીને નીલઘટત્વને કાર્યતાવચ્છેદક સ્વીકારાતું નથી, આમ છતાં કોઈ નીલઘટમાં રહેલ નીલઘટત્વને કાર્યતાવચ્છેદક સ્વીકારે, તેમ બે કાર્યોના સમુદાયથી ઉત્પન્ન થયેલા એવા સમાનાધિકરણ દુઃખપ્રાગભાવ અસમાન-કાલીનત્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org