________________
૭૨
ક્લેશતાનોપાયહાવિંશિકા/શ્લોક-૨૨ ભાવાર્થ :દુઃખ અને આહ્વાદરૂપ બંને પણ પ્રકારનો કર્મવિપાક પરિણામથી, તાપથી, સંસ્કારથી અને ગુણવૃત્તિના વિરોધથી દુઃખરૂપઃ
શ્લોક-૨૧માં કહ્યું કે ક્લેશથી કર્ભાશય થાય છે અને તે કર્ભાશય જાતિ, આયુષ્ય અને ભોગફળવાળો છે, અને તે જાતિ, આયુષ્ય અને ભોગફળવાળો કર્મવિપાક આલાદ અને પરિતાપરૂપ બે ફળવાળો છે અર્થાત્ કેટલાક કર્મના વિપાકથી જીવોને આલ્હાદરૂપ ફળ મળે છે, અને કેટલાક કર્મના વિપાકથી જીવોને પરિતાપરૂપ ફળ મળે છે.
આ આલાદ અને પરિતાપફળવાળો બંને પણ પ્રકારનો કર્મનો વિપાક (૧) પરિણામથી, (૨) તાપથી, (૩) સંસ્કારથી અને (૪) ગુણવૃત્તિના વિરોધથી દુઃખમય છે. (૧) પરિણામથી દુઃખમયતા :
સંસારી જીવોને કર્મના વિપાકથી આલાદ ઉત્પન્ન કરે તેવા ભોગોની પ્રાપ્તિ થાય ત્યારે તે ભોગોમાં વૃદ્ધિની અભિવૃદ્ધિ થાય છે, તેથી અધિક અધિક મેળવવાની ઇચ્છા થાય છે, અને પોતાને મળ્યું છે તેનાથી અધિકની અપ્રાપ્તિકૃત દુઃખનો અપરિહાર તે ભોગસામગ્રીકાળમાં વર્તે છે. તેથી તે અપ્રાપ્તિકૃત દુઃખના અપરિહારરૂપ પરિણામથી તે ભોગસુખો દુઃખરૂપ છે. વળી તે ભોગની પ્રવૃત્તિથી શરીરનો ક્ષય, શરીરમાં રોગ આદિ થાય છે, વળી પાપકર્મ બંધાય છે, તેથી ભવાંતરમાં દુઃખની પ્રાપ્તિ થાય છે. તે રૂપ દુઃખાતરજનનપરિણામથી સંસારના ભોગો દુઃખરૂપ છે. (૨) તાપથી દુઃખમયતા :
સંસારી જીવોને પુણ્યના ઉદયથી સુખનાં સાધનો મળ્યાં હોય અને તે જીવો તેનો ઉપભોગ કરતા હોય ત્યારે સુખનો અનુભવ થતો હોય છે; તોપણ તે વખતે તે સુખની વ્યાઘાતક સામગ્રી પ્રત્યે અંતરમાં સદા અવસ્થિત દ્વેષનો ઉલ્લેખ વર્તે છે. તેથી સુખમાં પણ દ્વેષથી સંતપ્ત એવું ચિત્ત હોવાથી તે સુખ દુઃખરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org