________________
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૫
૮૩ અને પ્રકૃતિગત ભવપ્રપંચને માનવાની જરૂર રહે નહિ, માત્ર અજ્ઞાનને કારણે આ ભવપ્રપંચ દેખાય છે, અને અજ્ઞાનની નિવૃત્તિ થવાથી ભવપ્રપંચની નિવૃત્તિ થાય છે, તેમ પાતંજલદર્શનકારે સ્વીકાવું જોઈએ; કેમ કે મુખ્ય એવો ભવપ્રપંચ જેમ જૈનદર્શનકાર માને છે, તેવો ભવપ્રપંચ પાતંજલદર્શનની નીતિથી અસિદ્ધ છે.
આશય એ છે કે આત્માને અન્યના સંયોગને કારણે સંસારની પ્રાપ્તિ થઈ અને અન્યના વિયોગને કારણે સંસારનો અંત થયો, એ પ્રકારના મુખ્ય અર્થને સ્થાપન કરનાર એવો ભવપ્રપંચ પાતંજલદર્શનકાર સ્વીકારતા નથી, પરંતુ આત્માને કૂટસ્થ નિત્ય કહે છે, અને દેખાતા સંસારના પ્રપંચના અનુભવની સંગતિ કરવા માટે પ્રકૃતિગત ભવપ્રપંચને સ્વીકારે છે, તેને ગ્રંથકાર કહે છે કે પ્રકૃતિગત ભવપ્રપંચ સ્વીકારીને ઉપચારથી પુરુષમાં ભવપ્રપંચ સ્વીકારવો હોય તો અવિદ્યા માત્ર નિર્મિત ભવપ્રપંચ સ્વીકારીને બૌદ્ધમત કે વેદાંતીમત તેની સંગતિ કરે છે તેમ પાતંજલમત પણ કરી શકે છે, અને તેમ કરવાથી ભવપ્રપંચના કારણભૂત એવી પ્રકૃતિ છે અને તેમાંથી બુદ્ધિ આદિ થયા છે ઇત્યાદિ કલ્પના કરવાની આવશ્યકતા રહે નહીં, જેથી લાઘવની પ્રાપ્તિ થાય છે.
વસ્તુતઃ જૈનદર્શનકાર કહે છે કે આત્મા જો કેવલ હોય તો મુક્તઅવસ્થાસદશ સંસારમાં પણ આત્મા પ્રાપ્ત થાય, અને તેવો જો આત્મા હોય તો તેને સાધના કરવાની આવશ્યક્તા રહે નહિ, અને સંસારીજીવોને જે ભવપ્રપંચ દેખાય છે તે દેખાવો જોઈએ નહિ; પરંતુ સંસારી અવસ્થામાં આત્મા અન્યના સંયોગવાળો છે, તેથી મુક્તઅવસ્થા કરતાં તેનું વિલક્ષણસ્વરૂપ સંસારમાં ઉપલબ્ધ છે, અને સાધના કરીને અન્ય સંયોગનો નાશ કરવાથી ભવપ્રપંચનો નાશ થાય છે, અને કેવલ આત્મા થાય છે તેમ સ્વીકારીએ તો, અનુભવને અનુરૂપ સર્વ પદાર્થ સંગત થાય છે. પરંતુ પાતંજલદર્શનકાર તે પ્રકારનો પદાર્થ સ્વીકારતા નથી, અને આત્માને કૂટસ્થ નિત્ય કહીને ભવનો પ્રપંચ ઉપચારથી આત્માને છે તેમ કહે છે, અને ઉપચારથી જ આત્માને ભવપ્રપંચ સ્વીકારવો હોય તો અવિદ્યા માત્ર નિર્મિત ભવપ્રપંચ સ્વીકારવામાં કોઈ બાધ નથી પરંતુ લાઘવની પ્રાપ્તિ છે; કેમ કે પ્રકૃતિ અને પ્રકૃતિગત ભવપ્રપંચ માનવાની આવશ્યક્તા રહેતી નથી, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. રિપો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org