________________
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૨૬
૯૩
બોધ થાય છે; અને મુક્તઅવસ્થામાં કર્મરૂપ આવરણ નહિ હોવાને કારણે મુક્ત અવસ્થામાં રહેલા આત્માઓમાં રહેલી પદાર્થના દર્શનની શક્તિ નહિ હણાયેલી હોવાથી તેઓને પદાર્થનું દર્શન સદા થાય છે, તેમ માનવું ઉચિત છે માટે મુક્ત આત્માઓને વિષયોનું પરિચ્છેદન સ્વીકારવામાં કોઈ દોષ નથી.
અહીં પાતંજલદર્શનકાર કહે કે પ્રાકૃતજ્ઞાન સવિષયકત્વસ્વભાવવાળું છે અને અપ્રાકૃતજ્ઞાન અવિષયકત્વસ્વભાવવાળું છે. તેથી સંસારી જીવોને જ્ઞેયનો પરિચ્છેદ છે, મુક્ત આત્માઓને શેયનો પરિચ્છેદ નથી.
પાતંજલદર્શનકારનો આશય એ છે કે પ્રકૃતિથી જન્ય જે બુદ્ધિ છે તે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે તે બુદ્ધિવાળું જ્ઞાન સવિષયક છે. તેથી સંસારઅવસ્થામાં રહેલા જીવોને પોતાનું જ્ઞાન સવિષયક છે એવો અનુભવ થાય છે; અને મુક્ત આત્માઓમાં જે ચૈતન્યસ્વભાવ છે તે પ્રકૃતિજન્ય જ્ઞાન નથી, પરંતુ આત્માના સ્વરૂપરૂપ છે; અને તે જ્ઞાન કોઈ વિષયને ગ્રહણ કરતું નથી, તેમ સ્વીકારીએ તો, મુક્ત આત્માઓને ચિદ્રુપ સ્વીકા૨વા છતાં વિષયોનો પરિચ્છેદ નથી, તેમ સ્વીકારી શકાશે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે—
પ્રાકૃતજ્ઞાન સવિષયક છે અને અપ્રાકૃતજ્ઞાન અવિષયક છે તેવા પ્રકારના ભેદની કલ્પનાનું અન્યાયપણું છે; કેમ કે જ્ઞાન શબ્દ જ તે અર્થને બતાવે છે કે કોઈક વસ્તુનો બોધ છે. તેથી સંસારઅવસ્થામાં જે જ્ઞાન છે તે કોઈક વિષયનો બોધ કરે છે, તેમ મુક્ત અવસ્થામાં જે જ્ઞાન છે તે કોઈક વિષયનો બોધ કરે છે, તેમ માનવું ઉચિત ગણાય. માટે સંસારઅવસ્થામાં પ્રાકૃતજ્ઞાન છે તે સવિષયકત્વસ્વભાવવાળું છે, અને મુક્તઅવસ્થામાં અપ્રાકૃતજ્ઞાન છે તે અવિષયકત્વસ્વભાવવાળું છે, તેવી ભેદકલ્પના ક૨વામાં કોઈ પ્રમાણ નથી. માટે તે પ્રકારના ભેદની કલ્પના અન્યાય છે=અસંગત છે.
પૂર્વમાં કહ્યું કે પ્રાકૃતજ્ઞાન સવિષયકત્વસ્વભાવવાળું છે અને અપ્રાકૃતજ્ઞાન અવિષયકત્વસ્વભાવવાળું છે તેવા ભેદની કલ્પના અન્યાય છે. તે કેમ અન્યાય્ય છે ? તેમાં ગ્રંથકારશ્રી હેતુ કહે છે –
આત્મચૈતન્યમાં અવિષયકત્વસ્વાભાવ્યની જેમ સવિષયકત્વસ્વાભાવ્યની કલ્પનામાં બાધકનો અભાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org