________________
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/મ્લોક-૨૬
સંયોગનો અભાવ તરૂપ વિવેકખ્યાતિ છે, અને તે વિવેકખ્યાતિ અંતઃકરણનો ધર્મ હોવાથી મુક્તિઅવસ્થામાં તે ધર્મ રહેતો નથી અર્થાત્ વિવેકખ્યાતિ મુક્તિઅવસ્થામાં રહેતી નથી એ રીતે, સંયોગના ઉત્મજ્જનનો=આવિર્ભાવનો પ્રસંગ છે=વિવેકઅખ્યાતિરૂપ સંયોગની પ્રાપ્તિનો પ્રસંગ છે એમ ન કહેવું (એ પ્રમાણે પાતંજલદર્શનકાર કહે છે) કેમ કે પરને=તૈયાયિકને, ઘટવિલયદશામાં ઘટના પ્રાગભાવના અનુત્મજ્જનની જેમ ઉપપત્તિ છે=વિવેકઅખ્યાતિરૂપ સંયોગના ઉત્મજ્જનના અભાવની ઉપપત્તિ છે.
૯૬
इत्थं च રૂતિ ચેમ્, ન, અને આ રીતે=વિવેકખ્યાતિ અંતઃકરણનો ધર્મ છે એમ પૂર્વમાં કહ્યું એ રીતે, પ્રકૃતિનો જ તત્ત્વથી સંયોગહાન છે. વળી આત્માને ઉપચારથી છે=આત્માને ઉપચારથી વિવેકઅખ્યાતિરૂપ સંયોગહાન છે. એથી અમને=પાતંજલદર્શનકારને, આ ઉપાલંભ શોભતો નથી= “વિવેકખ્યાતિથી મુક્તિ થાય છે, એ પ્રકારની પાતંજલની નીતિથી જ મુક્તિઅવસ્થામાં વિષયગ્રાહક ચૈતન્યની સંગતિ છે, એ પ્રકારનો ઉપાલંભ” પૂર્વમાં ગ્રંથકારશ્રીએ આપ્યો એ અમને શોભતો નથી; એ પ્રમાણે જો પાતંજલદર્શનકાર કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે કે એ બરાબર નથી.
કેમ બરાબર નથી ? તેમાં હેતુ કહે છે
उपचारस्यापि ત્યાાત્, સંબંધના અવિનાભાવરૂપ ઉપચારના પણ આશ્રયણમાં ચિત્માત્રધર્મકત્વનો ત્યાગ છે.
અહીં પાતંજલદર્શનકાર કહે છે કે સંસારદશામાં યોગીને સર્વજ્ઞત્વસ્વભાવ પ્રગટે છે, અને જ્યારે સાધના કરીને આત્મા મુક્ત થાય છે ત્યારે મુક્તિદશામાં સર્વજ્ઞત્વસ્વભાવનો પરિત્યાગ થાય છે. તેથી મુક્તિદશામાં રહેલું જ્ઞાન જ્ઞેયનું પરિચ્છેદન કરતું નથી. માટે મુક્તદશામાં ચિન્માત્ર ધર્મનો ત્યાગ નથી. તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી હેતુ કહે છે
સર્વજ્ઞત્વ ..... આશિયામ્ ।।સર્વજ્ઞત્વસ્વભાવના પરિત્યાગનું=મુક્તિઅવસ્થામાં સર્વજ્ઞત્વસ્વભાવના પરિત્યાગનું, સ્વવાસનામાત્ર વિજ઼ભિતપણું હોવાથી, (મુક્તિઅવસ્થામાં વિષયોનું પરિચ્છેદન નથી, એમ જે પાતંજલદર્શનકાર કહે છે તે ઉચિત નથી.) એ પ્રકારનો પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજનો આશય છે.
||૨૬||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org