________________
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૬ પાતંજલદર્શનની નીતિથી મુક્તિઅવસ્થામાં વિષયગ્રાહક ચૈતન્યની સિદ્ધિ થાય છે. નિર્વિષયકચિન્માત્રરૂપ આત્મા સિદ્ધ થતો નથી, માટે મુક્તિઅવસ્થામાં આત્મા વિષયને ગ્રહણ કરતો નથી માત્ર ચિન્માત્રરૂપ રહે છે તેમ માની શકાય નહીં. વળી પોતાના કથનની પુષ્ટિ અર્થે ગ્રંથકારશ્રીએ પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિમહારાજના યોગબિંદુ ગ્રંથ શ્લોક-૪પ૭ની સાક્ષી આપી, તેનો ભાવ આ પ્રમાણે છે –
પાતંજલદર્શનની તંત્રનીતિ પ્રમાણે આત્મદર્શનથી મુક્તિ થાય છે, તેથી પાતંજલદર્શનની તંત્રયુક્તિથી જ મુક્ત આત્માને જ્ઞાનનો સદ્ભાવ સિદ્ધ થાય છે; કેમ કે આત્મદર્શનથી મુક્તિ થઈ છે, અને મુક્તિ અવસ્થામાં આત્માનું દર્શન વિદ્યમાન છે. તેથી મુક્ત આત્માનું જ્ઞાન વિષયગ્રાહક છે તેમ સિદ્ધ થાય છે.
અહીં નન થી પાતંજલદર્શનકાર કહે છે કે વિવેકખ્યાતિ પણ અંતઃકરણનો ધર્મ છે, અને તે અંતઃકરણ પ્રકૃતિમાં વિલીન થયે છતે વિવેકખ્યાતિરૂપ ધર્મ રહેતો નથી. તેથી મુક્તિઅવસ્થામાં આત્માના દર્શનરૂપ વિવેકખ્યાતિ નથી= પ્રકૃતિથી ભિન્ન એવા આત્માના દર્શનરૂપ વિવેકખ્યાતિ નથી. માટે મોક્ષમાં નિર્વિષયક ચિન્માત્ર આત્મા છે એમ સ્વીકારી શકાય છે.
વળી અંતઃકરણનો પ્રકૃતિમાં વિલય થાય છે તેમ સ્વીકારવાથી મુક્ત અવસ્થામાં વિવેકખ્યાતિનો અભાવ થવાથી ફરી વિવેકઅખ્યાતિના સંયોગની પ્રાપ્તિરૂપ દોષ આવશે નહિ, તે બતાવવા અર્થે પાતંજલદર્શનકાર કહે છે અર્થાત્ વિવેકખ્યાતિ પ્રગટે છે ત્યારે પૂર્વમાં વિવેકાખ્યાતિનો જે સંયોગ હતો તેનો અભાવ પ્રાપ્ત થાય છે અર્થાત્ વિવેકઅખ્યાતિરૂપ સંયોગનો અભાવ પ્રાપ્ત થાય છે, અને વિવેકખ્યાતિ પ્રગટ્યા પછી મુક્તિ અવસ્થામાં વિવેકખ્યાતિનો અભાવ સ્વીકારવામાં આવે તો ફરી વિવેકઅખ્યાતિરૂપ સંયોગની પ્રાપ્તિ થશે, એ પ્રકારની આપત્તિ કેમ નહિ આવે તે બતાવવા પાતંજલદર્શનકાર કહે છે –
જેમ તૈયાયિકો ઘટની ઉત્પત્તિ પૂર્વે ઘટનો પ્રાગભાવ સ્વીકારે છે, અને ઘટ ઉત્પન્ન થાય છે ત્યારે ઘટના પ્રાગભાવનો નાશ થાય છે, પરંતુ ઘટનો નાશ થાય છે ત્યારે ફરી ઘટનો પ્રાગભાવ પ્રગટ થતો નથી તેમ માને છે, તેમ સાધના પૂર્વે યોગીમાં વિવેકઅખ્યાતિરૂપ સંયોગ હતો, અને વિવેકખ્યાતિ પ્રગટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org