________________
૧૦૦
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૬-૨૭ આત્માનો પ્રકૃતિ સાથે સંબંધ છે, માટે પ્રકૃતિમાં થયેલા સંયોગદાનનો આત્મામાં ઉપચાર કરાય છે. અને તેમ પાતંજલદર્શનકાર સ્વીકારે તો આત્માનો પ્રકૃતિની સાથે સંયોગ છે તેમ માનવું પડે માટે આત્મા ચિન્માત્રધર્મવાળો નથી પરંતુ ચિન્ધર્મવાળો પણ=ચૈતન્યધર્મવાળો પણ, છે, અને પ્રકૃતિની સાથે સંયોગધર્મવાળો પણ છે, તેમ પાતંજલદર્શનકારે સ્વીકારવું પડે. અને તેમ સ્વીકારે તો સંસારઅવસ્થામાં પ્રકૃતિની સાથે આત્માનો સંબંધ છે, અને પ્રકૃતિમાં વિવેકઅખાતિરૂપ સંયોગનો હાન થાય છે, તે સયોગનો હાન આત્મામાં ઉપચારથી કહેવાય છે, તેમ પાતંજલદર્શનકાર સ્વીકારી શકે પરંતુ પાતંજલદર્શનકાર તો પ્રકૃતિની સાથે આત્માનો સંબંધ સ્વીકારતા નથી. તેથી જો આત્માનો પ્રકૃતિ સાથે સંબંધ ન હોય તો સંબંધની સાથે અવિનાભાવ એવા ઉપચારનું આશ્રયણ તેઓ કરી શકે નહિ. એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે.
વળી પાતંજલદર્શનકાર કહે છે કે યોગી યોગસાધના કરે છે ત્યારે યોગસાધનાના બળથી સર્વજ્ઞસ્વભાવ પ્રગટ થાય છે, અને જ્યારે બુદ્ધિ પ્રકૃતિમાં વિલય પામે છે ત્યારે પ્રકૃતિના સંયોગનો નાશ થવાથી પ્રકૃતિને કારણે જે સર્વજ્ઞસ્વભાવ હતો તે સર્વજ્ઞસ્વભાવનો પરિત્યાગ થાય છે. માટે મુક્તિઅવસ્થામાં ચિન્માત્રધર્મપણું છે, પરંતુ વિષયોના પરિચ્છેદરૂપ સર્વજ્ઞસ્વભાવ નથી. પાતંજલદર્શનકારનું આ કથન સ્વવાસનામાત્ર વિજુંભિત છે; કેમ કે આવરણના ક્ષયથી ઉત્પન્ન થયેલું નિરાવરણ જ્ઞાન મુક્તિઅવસ્થામાં છે, માટે મુક્તિ અવસ્થામાં તે જ્ઞાન સર્વ શેયોનું પરિચ્છેદન કરે છે એમ સ્વીકારવું ઉચિત છે એ પ્રકારનો પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજનો આશય છે. માટે મુક્તિ અવસ્થામાં ચિન્માત્રધર્મકત્વ સ્વીકારી શકાય નહિ; પરંતુ સર્વજ્ઞતા સ્વભાવ જ સ્વીકારવો જોઈએ એમ ગ્રંથકારશ્રીનો આશય છે. ૨૬ાા અવતરણિકા :આ સંસાર ક્લેશરૂપ છે અને ક્લેશહાનનો ઉપાય જૈનદર્શનકાર શું કહે છે? તે શ્લોક-૧માં બતાવ્યું. ત્યારપછી સર્વથા તર્કવાદી એવા બૌદ્ધો ફ્લેશતાનનો ઉપાય શું કહે છે ? તે શ્લોક-૨થી પમાં બતાવ્યું, અને શ્લોક-૬થી ૧૧માં તે મતમાં ગ્રંથકારશ્રીએ દૂષણ બતાવ્યાં. ત્યારપછી પાતંજલદર્શનકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org