________________
૯૧
ક્લેશતાનોપાયદ્વાિિશકા/બ્લોક-ર૬ સાતબંધનો અનુભવ થાય છે, અને સાપની શંકાના કારણે થયેલા વિષના જ્ઞાન જેવો અસાતબંધનો અનુભવ થાય છે. આમ કહેવાથી બુદ્ધિતત્ત્વથી અતિરિક્ત આત્મા છે તેની સિદ્ધિ થાય છે. તેથી આત્મારૂપ તત્ત્વની સિદ્ધિ માટે ઉપચારનું આશ્રમણ કરવામાં આવે તે દોષ નથી; અને આત્માની સિદ્ધિ કરીને આત્માને જે આભિમાનિક કર્તુત્વ-ભોક્નત્વની બુદ્ધિ થઈ છે, તે અભિમાનના નિવર્તન માટે શાસ્ત્રવચનનો ઉપયોગ છે, માટે જે સાતબંધ અને અસાતબંધનું વર્ણન કર્યું છે તે નિરર્થક છે તેમ કહી શકાય નહિ. એ પ્રકારે પાતંજલદર્શનકારનો આશય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
પૂર્વપક્ષીનું પાતંજલદર્શનકારનું, આ કથન યુક્ત નથી. કેમ યુક્ત નથી ? તેમાં યુક્તિ બતાવતાં કહે છે –
જો આત્મારૂપ તત્ત્વની સિદ્ધિ માટે પાતંજલદર્શનકાર ઉપચારનું આશ્રયણ કરતા હોય, તો તેમને અભિમત તત્ત્વાર્થરૂપ આત્મા ચિટૂપે અભિમત છે; અને આત્મા ચિકૂપ હોય તો મુક્ત અવસ્થામાં વિષયનો પરિચ્છેદ કરનાર આત્મા છે તેમ તેમણે સ્વીકારવું જોઈએ. વસ્તુતઃ પાતંજલદર્શનકાર આત્માની સિદ્ધિ કરે છે, અને કહે છે કે આત્મા ચિદ્રપ છે, બુદ્ધિ જડ છે, અને ચૈતન્યરૂપ આત્માના પ્રતિબિંબથી બુદ્ધિ ચૈતન્યરૂપ ભાસે છે. અને ચિકૂપ આત્મા વિષયોનું જ્ઞાન કરનાર નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
જો પાતંજલદર્શનકાર આત્માને ચિદ્રુપ માને છે, તો સાધના કરીને મુક્ત થયેલા આત્માઓને પણ સંસારના સર્વ વિષયોનો બોધ છે તેમ તેઓએ સ્વીકારવું જોઈએ; પરંતુ તેઓ તો મુક્તઅવસ્થામાં આત્માને ચિકૂપ સ્વીકારે છે, અને મુક્ત અવસ્થામાં આત્મા જ્ઞેય એવા વિષયોનો પરિચ્છેદ કરનાર નથી તેમ કહે છે, તે તેમનું વચન યુક્ત નથી. કેમ યુક્ત નથી ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે –
ચિદ્રપ એવા આત્માના જ્ઞાનનો જેમ જ્ઞાનત્વ સ્વભાવ છે, તેમ સવિષયકત્વ પણ સ્વભાવ છે.
આશય એ છે કે જ્ઞાન જ્ઞાનત્વવાળું છે માટે જ્ઞાન કહેવાય છે. જો જ્ઞાનમાં જ્ઞાનત્વ ન હોય તો આ જ્ઞાન છે તેમ કહી શકાય નહિ. તેમ તે જ્ઞાનનો કોઈ વિષય હોય તો તે વિષયના બોધરૂપ જ્ઞાન છે તેમ કહી શકાય, પરંતુ જ્ઞાનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org