________________
૯૦.
ક્લેશણાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૬ સ્વકથન અર્થ વગરનું નથી, એની પુષ્ટિ માટે પાતંજલદર્શનકારે આપેલ યુકિતઓનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ :
પોતાનું કથન અર્થ વગરનું નથી, એ બતાવવા માટે સમય થી પાતંજલદર્શનકાર કહે છે –
પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થયેલી છે, અને તેમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે, તેથી જડ પણ બુદ્ધિ ચેતન જેવી ભાસે છે અને તે બુદ્ધિરૂપ પ્રકૃતિ કર્તા અને ભોક્તા છે; પરંતુ બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડતું હોવાને કારણે હું કરું છું' અને “હું ભોગવું છું' એવું પુરુષને અભિમાન થાય છે, તેથી પુરુષને સાતબંધ અને અસાતબંધની પ્રાપ્તિ થાય છે એમ ઉપચારથી કહેલ છે. અને તે સાતબંધ નૃપના અભિમાનસદશ છે અને અસાતબંધ સાપની શંકાને કારણે થયેલા વિષના જ્ઞાનસદશ છે, તેમ બતાવીને પુરુષને કર્તુત્વના અને ભોફ્તત્વના અભિમાનથી નિવૃત્તિ કરાવવા માટે સકલ શાસ્ત્રાર્થનો ઉપયોગ છે. તેથી પાતંજલદર્શનકારે જે સાતબંધ અને અસાતબંધનું વર્ણન કર્યું તે સ્વીકારવામાં શું દોષ છે? અર્થાત્ કોઈ દોષ નથી; કેમ કે તેમ સ્વીકારવાથી આત્મારૂપ તત્ત્વાર્થની સિદ્ધિ થાય છે, અને આત્મારૂપ તત્ત્વાર્થની સિદ્ધિ માટે ઉપચારના આશ્રયણમાં દોષ નથી.
આશય એ છે કે આત્મા છે, તે દેખાતો પદાર્થ નથી, અને સર્વજનોને જે કર્તુત્વ અને ભોૠત્વનું સંવેદન થાય છે તે બુદ્ધિનું કર્તુત્વ-ભોમ્તત્વ છે. તેથી બુદ્ધિથી અતિરિક્ત આત્મા છે તેની સિદ્ધિ થાય નહિ; અને આત્માની સિદ્ધિ કરવા માટે પાતંજલદર્શનકારે ઉપચારનું આશ્રયણ કરેલ છે, અર્થાત્ ખરેખર આત્માને સાતબંધ-અસાતબંધ નથી, પરંતુ બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલા આત્માને બુદ્ધિ જે કરે છે તે હું કરું છું એવું જે અભિમાન થાય છે, તે અભિમાનનું નિવર્તન કરાવીને આત્માને બોધ કરાવવો છે કે આ બુદ્ધિથી અતિરિક્ત એવો આપણો આત્મા છે, તે આત્મા બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલો હોવાને કારણે તેને સાતબંધ અને અસાતબંધનો અનુભવ થાય છે. વસ્તુતઃ તે સાતબંધ અને અસાતબંધ અભિમાનમાત્રરૂપ છે.
જેમ -- કોઈ રાજા ન હોય અને તેને રાજા કહેવાથી અભિમાન થાય, હું રાજા છું. તેના જેવો બુદ્ધિમાં આત્મા પ્રતિબિંબિત થયેલો હોવાને કારણે પુરુષને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org