________________
૮૬
ક્લેશતાનોપાયદ્વાબિંશિકા/શ્લોક-૨૬ ભાવાર્થ - ભવપ્રપંચનું કાલ્પનિકપણું હોતે છતે પાતંજલદર્શનકાર વડે કહેવાયેલો સાતબંધ અને અસાતબંધ નિરર્થક :
સંસારીજીવોને અનુભવાતાં સુખ અને દુઃખો કેવાં છે ? તેનું વર્ણન કરતાં પાતંજલમતવાળા કહે છે –
જેમ કોઈ પુરુષને કોઈએ કહ્યું કે આ પુરુષ રાજા છે, પરમાર્થથી તે રાજા નથી, આમ છતાં તેને ભ્રમ થયો કે હું રાજા છું, તો તેવા પ્રકારના રાજાના અભિમાનથી તેને સાતબંધ થાય છે; તેના જેવી સંસારીજીવોને અનુભવાતી સાતા છે. વળી કોઈ પુરુષ અંધારામાં જતો હોય અને તેવા પ્રકારના સંયોગને વશ કોઈ દોરડા આદિ વસ્તુ ઉપર તેનો પગ પડે, અને સાપથી તે પુરુષ દંશાયેલો નથી છતાં પોતાને સાપે દંશ આપ્યો છે તેવી શંકા થવાને કારણે તે પુરુષને અસ્વસ્થતા થાય છે; તેના જેવી સંસારી જીવોને અનુભવાતી અસાતા છે. આમ કહીને સંસારનાં સુખ અને દુઃખો આત્માનું પારમાર્થિકસ્વરૂપ નથી, એમ પાતંજલદર્શનકાર કહે છે.
જૈનદર્શનકારને પણ સંસારનું સુખ પરમાર્થથી તેવું જ અભિમત છે, પરંતુ પાતંજલદર્શનકાર આત્માને એકાંતે નિત્ય માને છે. તેથી સંસાર અવસ્થામાં આત્મા કેવલ છે અર્થાત્ પ્રકૃતિથી પૃથક્ છે તેથી મુક્ત અવસ્થાસદશ સંસાર અવસ્થામાં પણ આત્માની અવસ્થા છે. તેથી આ સંસાર પાતંજલમતાનુસાર પ્રકૃતિગત છે, આત્મગત નથી. માટે અવતરણિકામાં કહ્યું તે પ્રમાણે આત્માને ઉપદેશ આપવાનું કહેનાર પાતંજલમત પરમાર્થથી નથી; કેમ કે આત્મા સદા મુક્ત હોય તો કોઈ આત્મા સંસારગત નથી, અને સંસારગત વ્યવસ્થા કહેનાર પણ કોઈ મત નથી, તેમ સાતબંધ અને અસાતબંધ એ પણ પરમાર્થથી નથી; કેમ કે જે વસ્તુ ન હોય અને કલ્પનામાત્રથી તેનું કથન કરવામાં આવે તો તે વસ્તુ અર્થસાધક બને નહિ. આ પ્રકારે અવતરણિકા સાથે પ્રસ્તુત શ્લોકનો સંબંધ છે, અને તે શ્લોકસ્પર્શી ટીકાનું કથન અહીં પૂરું થાય છે. ઉત્થાન :
પૂર્વમાં શ્લોક સ્પર્શી ટીકામાં ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કર્યું કે પાતંજલદર્શનકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org