________________
૮૨
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૫ પ્રપંચનું પ્રકૃતિગતત્વ વગર પણ અવિદ્યાનિર્મિતપણાથી બૌદ્ધના નયથી કે વેદાંતીના નથી પણ કહેવા માટે શક્યપણું છે. ભાવાર્થ :એકાંત અપરિણામી એવા આત્માને ભવપ્રપંચનો યોગ અતાત્વિક, અને ક્લેશો અને શોનો નાશ પણ કલાનામાત્ર :
શ્લોક-૨૪માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે પાતંજલદર્શનકારના મત પ્રમાણે આત્મા કૂટસ્થ નિત્ય છે, તેથી તેઓ કહે છે કે ભવપ્રપંચરૂપ સંયોગનો પરિત્યાગ મૂર્તિ દ્રવ્યની જેમ પુરુષને ઘટતો નથી, માટે પુરુષ સદા ભવપ્રપંચના સંયોગ વગરનો છે. હવે જે પુરુષ ભવપ્રપંચના સંયોગ વગરનો હોય તે પુરુષને ભવપ્રપંચના નાશ માટે ક્લેશદાનમાં યત્ન કરવાનું કહેવું, અને ક્લેશહાનનો ઉપાય વિવેકખ્યાતિ છે, એ સર્વ કથન પાતંજલ મત પ્રમાણે કહી શકાય નહિ, માટે તેમનો મત સુંદર નથી. કેમ સુંદર નથી તે કથનને સ્પષ્ટ કરતાં કહે છે –
આત્મા એકાંતે અપરિણામી હોય તો આત્માને ભવપ્રપંચનો યોગ તાત્ત્વિક નથી; આમ છતાં કલ્પનામાત્રથી આત્માને ભવપ્રપંચનો યોગ છે તેમ સ્વીકારીને, તેના નાશનો ઉપાય ક્લેશાન છે, અને ક્લેશો પાંચ પ્રકારના છે, ઇત્યાદિ સર્વ કથન કલ્પનામાત્રરૂપ છે; કેમ કે પાતંજલના મતે ભવપ્રપંચ પ્રકૃતિનો છે, પુરુષનો નથી, છતાં ભવપ્રપંચને પ્રકૃતિગત સ્વીકારીને પુરુષમાં તેનો ઉપચાર પાતંજલદર્શનકાર કરે છે, અને ભવપ્રપંચના નાશનો ઉપદેશ આપે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
જો ભવપ્રપંચ પુરુષમાં વાસ્તવિક ન હોય તો પ્રકૃતિગત ભવપ્રપંચ નથી તેમ સ્વીકારીને અવિદ્યામાત્રનિર્મિત=અજ્ઞાનમાત્રનિર્મિત, બૌદ્ધદર્શનકાર ભવપ્રપંચને કહે છે, તે પ્રમાણે પાતંજલદર્શનકાર સ્વીકારી શકે; અથવા તો વેદાંતદર્શનકાર બ્રહ્મસ્વરૂપ જગતને માને છે, અને કહે છે કે બ્રહ્મ સત્ય સન્મિથ્યા' અર્થાત્ બ્રહ્મથી અતિરિક્ત જગતમાં કાંઈ નથી, ફક્ત અવિદ્યાને કારણે આ ભવપ્રપંચ દેખાય છે, અને અવિદ્યાના નાશથી ભવપ્રપંચનો નાશ થવાથી સાધક આત્મા બ્રહ્મમાં વિલય પામે છે, તેમ વેદાંતદર્શનકાર માને છે, તે પ્રમાણે પાતંજલદર્શનકાર સ્વીકારી શકે. તેથી પુરુષથી અતિરિક્ત પ્રકૃતિને માનવાની જરૂર રહે નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org