________________
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/બ્લોક-૨૪
પુરુષના પ્રયત્નનો વિષય જ ન હોય તો તેનો ઉપદેશ આપવો એ ન્યાય્ય=સંગત, કહેવાય નહિ, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે.
પાતંજલદર્શનકારના સિદ્ધાંત પ્રમાણે ક્લેશોનો અભાવ થાય તો આવિદ્યક સંયોગ સ્વયં નિવૃત્ત થાય છે અર્થાત્ અવિદ્યાથી ઉત્પન્ન થયેલો આ સંયોગ છે, અને તે સંયોગ ભવપ્રપંચરૂપ છે, અને ક્લેશોનો અભાવ થાય તો અવિદ્યાથી થયેલો તે સંયોગ સ્વયં નિવૃત્ત થાય છે, તે અજન્મ છે=ભવના પ્રપંચનો અનુત્પાદ છે; અને આ ભવના પ્રપંચનો અનુત્પાદ ઉચ્છેદ કહેવાય છે=સંસારનો ઉચ્છેદ કહેવાય છે; અને તે સંસારનો ઉચ્છેદ એ જ પુરુષનું કેવલપણું વ્યપદેશ કરાય છે અર્થાત્ પુરુષ પહેલા પણ કેવલ હતો પરંતુ અન્યસંયોગવાળો ન હતો, આમ છતાં ક્લેશના અભાવને કારણે સંસારના પ્રપંચનો અભાવ થયો, તે અભાવને જ પુરુષ કેવલ છે એ પ્રકારે વ્યપદેશ કરાય છે. આમ કહીને પાતંજલદર્શનકાર કહે છે કે મૂર્ત દ્રવ્યની જેમ આત્માને સંયોગનો પરિત્યાગ ઘટતો નથી અર્થાત્ જેમ એક મૂર્ત દ્રવ્યને અન્ય મૂર્ત દ્રવ્યનો સંયોગ થાય, અને પછી તે સંયોગનો પરિત્યાગ થાય, તેવો સંયોગનો પરિત્યાગ આત્માને ઘટતો નથી; કેમ કે તેમ સ્વીકારવામાં આવે તો આત્માના ફૂટસ્થપણાની હાનિ થાય.
૭૯
આશય એ છે કે આત્માની સાથે અવિદ્યાથી રચિત સંસારના પ્રપંચનો સંયોગ હતો, અને પછી તેનો વિયોગ થયો, તેમ સ્વીકારવામાં આવે તો આત્મા ફૂટસ્થ સિદ્ધ થાય નહિ; પરંતુ પૂર્વમાં સંયોગવાળો હતો, અને પછી સંયોગના અભાવવાળો છે તેમ માનવું પડે. તેથી આત્માને પરમાર્થથી સદા માટે આવિદ્યક સંયોગ નથી, છતાં ક્લેશના અભાવને કારણે આવિદ્યક સંયોગ આત્મામાંથી નિવર્તન પામે છે, એ પ્રકારનો વ્યવહાર થાય છે. વસ્તુતઃ આત્માની સાથે કોઈ સંયોગ હતો અને તેનો પરિત્યાગ થયો તેવું નથી, પરંતુ આત્મા સદા કૈવલ હતો, આમ છતાં પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થઈ અને તે બુદ્ધિમાંથી ક્લેશો ઉત્પન્ન થયા અને તે ક્લેશોનો નાશ થવાથી આવિદ્યક સંયોગ સ્વયં નિવૃત્ત પામ્યો, અને તે ક્લેશોના હાનને જ પુરુષ કેવલ થયો એ પ્રકારનો વ્યપદેશ કરાય છે. પરમાર્થથી પુરુષ સદા કૈવલ જ છે, અન્ય સંયોગવાળો નથી, આ પ્રકારે પાતંજલદર્શનકારનો સિદ્ધાંત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org