________________
૭૪
ક્લેશતાનોપાયદ્વાäિશિકા/શ્લોક-૨૨-૨૩ પ્રકૃતિથી સત્ત્વગુણનો કાંઈક અભિભવ થવાને કારણે તે સંસારનું સુખ પણ દુઃખથી આક્રાંત છે. આથી સંસારી જીવો જ્યારે સુખનો અનુભવ કરતા હોય ત્યારે રજોગુણવાળી પ્રકૃતિને કારણે ક્યારેક શ્રાંતતા આદિ દુઃખોનો અનુભવ કરે છે, તો ક્યારેક તમોગુણવાળી પ્રકૃતિને કારણે મોહવાળા પણ થાય છે. તેથી સંસારના સુખનો અનુભવ પણ વિરુદ્ધ વૃત્તિઓથી હણાયેલો હોવાને કારણે દુઃખરૂપ છે. સારાંશ :
ક્લેશોથી ઉત્પન્ન થનાર કર્માશય જાતિ, આયુષ્ય અને ભોગફળવાળો છે. તેમાં પુણ્યના ઉદયથી મળેલાં જાતિ, આયુષ્ય અને ભોગ આલ્હાદકારી છે, અને પાપના ઉદયથી મળેલાં જાતિ, આયુષ્ય અને ભોગ પરિતાપકારી છે. જોકે તે સ્થૂલવ્યવહારથી આલાદ કરનારા અને પરિતાપ કરનારા છે, પરમાર્થથી તો આલ્હાદકારી પણ કર્મનો વિપાક જીવ માટે દુઃખરૂપ જ છે.
કેમ દુઃખરૂપ છે ? તે સૂક્ષ્મ દૃષ્ટિથી જોનારને દેખાય છે. તે બતાવવા માટે પાતંજલદર્શનકાર કહે છે –
પરિણામને કારણે, તાપને કારણે, સંસ્કારને કારણે અને ગુણવૃત્તિના વિરોધને કારણે અનુકૂળરૂપે વેદન થતો પણ કર્મનો વિપાક પરમાર્થથી દુઃખરૂપ છે. માટે ક્લેશના ફળરૂપ કર્મનો વિપાક જીવ માટે અત્યંત પરિહાર્ય છે. ||રરા અવતરણિકા :
પાતંજલદર્શનકાર ક્લેશકાશનો ઉપાય જે બતાવે છે તેનું નિરૂપણ કરવાનું શ્લોક-૧૨થી ગ્રંથકારશ્રીએ શરૂ કરેલ તે કથન પૂર્ણ થાય છે. હવે તે કથનનું નિગમત કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
इत्थं दृग्दृश्ययोगात्माऽऽविद्यको भवविप्लवः ।
नाशानश्यत्यविद्याया इति पातञ्जला जगुः ।।२३।। અન્વયાર્થ :રૂયં આ રીતે શ્લોક-૧રથી શ્લોક-૨૨ સુધી વર્ણન કર્યું એ રીતે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org