________________
૬૯
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૧-૨૨ જે અનુભૂતિઓ છે અર્થાત્ સંસારી જીવોને સુખ-દુઃખ અને ભોગાદિની જે અનુભૂતિઓ છે, તે અનુભૂતિ કરાવનાર છે.
વળી કર્ભાશયથી કર્મવિપાક પ્રવર્તે છે, અને આ કર્મનો વિપાક પાતંજલમતાનુસાર ત્રણ વિભાગમાં વિભક્ત છે –
(૧) જાતિ, (૨) આયુષ્ય અને (૩) ભોગ. તે જાતિકર્મ અનુસાર જીવને પશુજાતિ, મનુષ્યજાતિ આદિની પ્રાપ્તિ થાય છે; અને તે આયુષ્ય કર્મઅનુસાર તે તે ભવમાં જીવ જીવે છે તે આયુષ્યનું ફળ છે; અને જે સુખ-દુઃખાદિ ભોગો જીવ કરે છે, તે ભોગકર્મનું ફળ છે. ૨૧મી અવતરણિકા :
શ્લોક-૨૧માં કહ્યું કે ક્લેશોથી કમશય પ્રગટે છે અને તે કર્ભાશય જાતિ, આયુષ્ય અને ભોગફળવાળો છે. તેથી કોઈને ભ્રમ થાય કે કર્ભાશયમાં જે પુણ્યકર્મ છે તેનાથી મળેલા સુંદર જાતિ આદિ અને સુંદર ભોગો આદિ છે તે સુખરૂપ છે, એ પ્રકારના ભ્રમના નિવારણ માટે ક્લેશોનું ફળ જે કર્ભાશય છે. તે અનિષ્ટકારી છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
परिणामाच्च तापाच्च संस्काराद् द्विविधोऽप्ययम् ।
गुणवृत्तिविरोधाच्च हन्त दुःखमयः स्मृतः ।।२२।। અન્વયાર્થ:
પરમ=પરિણામથી તાપીબૈતાપથી સંસ્કાર =સંસ્કારથી ગુણવૃત્તિવિરોથી અને ગુણવૃત્તિના વિરોધથી વિથોડથzબંને પણ પ્રકારનો આ=દુખફળપણારૂપે અને આહ્વાદફળપણારૂપે બંને પણ પ્રકારતો કર્મવિપાક, ફક્ત ૩:મય: સૃતિ =ખરેખર દુઃખમય કહેવાયો છે. ૨૨ શ્લોકાર્ચ -
પરિણામથી, તાપથી, સંસ્કારથી અને ગુણવૃત્તિના વિરોધથી, દુઃખફળપણારૂપે અને આલાદફળપણારૂપે બંને પણ પ્રકારનો કર્મવિપાક, દુઃખમય કહેવાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org