________________
ક્લેશતાનોપાયાવિંશિકા/શ્લોક-૧૯ છે. (૪) “શરીરાદિ અનાત્મામાં આત્મપણાની બુદ્ધિ' એ અતદ્ધાં તબુદ્ધિસ્વરૂપ હોવાથી અવિદ્યારૂપ છે.
આનાથી એ ફલિત થાય છે કે (૧) સંસારી જીવો સંસારના અનિત્યભાવોને નિત્ય જાણીને ધનાદિના સંગ્રહમાં ઉદ્યમ કરે છે તે વિપર્યાસબુદ્ધિ છે. (૨) વળી કોઈની કે પોતાની સુંદર કાયા દેખાતી હોય તે કાયા પરમાર્થથી મળ-મૂત્રાદિ અશુચિમય છે, છતાં તેને પવિત્ર માનીને તેના પ્રત્યે રાગ કરે છે, તે વિપર્યાયબુદ્ધિ છે. (૩) વળી સંસારના વિષયો સર્વ જીવોને ક્લેશ આપાદન કરનારા છે તેથી દુઃખરૂપ છે, તોપણ સુંદર વિષયોના ઉપભોગમાં સુખરૂપપણાની બુદ્ધિ થાય છે, તે વિપર્યાસબુદ્ધિ છે. (૪) વળી શરીર આદિ આત્મા–પોતે નથી, તોપણ પોતે શરીરરૂપ છે, તેમ માનીને શરીરની સારસંભાળમાં ઉદ્યમ કરે છે. તે શરીરાદિમાં આત્મપણાની બુદ્ધિથી થાય છે, એ વિપર્યાસબુદ્ધિ છે.
આ ઉપરમાં બતાવાયેલ અવિદ્યાને કારણે અસ્મિતાદિ ક્લેશો થાય છે. (૨) અસ્મિતાનું સ્વરૂપ :
દન્ એટલે દૃષ્ટા અને દૃષ્ટાથી જેનું દર્શન થાય તેવી જે બુદ્ધિ, તે બુદ્ધિ રજ અને તમથી અનભિભૂત એવા સાત્ત્વિક પરિણામરૂપ છે. પુરુષ બુદ્ધિનો ભોક્તા છે અને બુદ્ધિ પુરુષથી ભોગ્ય છે, તેથી પુરુષ અને બુદ્ધિ ભોક્ત અને ભોગ્યરૂપે અવસ્થિત છે. માટે તે બંને વચ્ચે ભેદ હોવા છતા બુદ્ધિરૂપ જ પુરુષ છે, એવી જે એકતાની પ્રતીતિ થાય છે=બુદ્ધિને હું પુરુષ છું એવી એકતાની પ્રતીતિ થાય છે, તે અસ્મિતા છે. (૩) રાગનું સ્વરૂપઃ
જે પુરુષને સુખનું જ્ઞાન છે, તે પુરુષને સુખની અનુસ્મૃતિથી=આ સુખનો ઉપાય છે તે રીતે અનુસ્મૃતિ થવાથી, તે સુખના ઉપાયમાં જે તૃષ્ણા થાય છે અર્થાત્ સુખના ઉપાયોને મેળવવાની ઇચ્છા થાય છે, તે રાગ છે. (૪) દ્વેષનું સ્વરૂપ :
જે પુરુષને દુઃખનું જ્ઞાન છે, તે પુરુષને દુ:ખની અનુસ્મૃતિપૂર્વક દુઃખનાં સાધનોને જોઈને તેના પ્રત્યે નિંદાનો પરિણામ થાય છે અર્થાત્ આ પદાર્થો અનર્થકારી છે, એ પ્રકારનો નિંદાનો પરિણામ થાય છે, તે દ્વેષ છે. ll૧લા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org