________________
૩૦
ક્લેશતાનોપાયાવિંશિકા/શ્લોક-૯ થવાનું સ્વભાવપણું સ્વીકારાયે છતે, અપરનો ઉદય=સદશ ઉત્તરક્ષણનો ઉત્પાદ અર્થાત્ પૂર્વેક્ષણના આત્મા સદશ ઉત્તરક્ષણના આત્માનો ઉત્પાદ, ન થાય; કેમ કે પૂર્વેક્ષણવાળા આત્માનું ઉત્તરક્ષણવાળા આત્માના જતનનું અસ્વભાવપણું છે.
દ્વિતીયે ત્વીદ – વળી બીજા પક્ષમાં-અજન્મસ્વભાવત્વરૂપ બીજા પક્ષમાં, કહે છે –
સનન... સ્વમાવત્રાવ . અચજન્મસ્વભાવપણું હોતે છતે પ્રથમ ક્ષણવાળા આત્મામાં સદશ એવા અપરક્ષણના આત્માનું ઉત્પાદકસ્વભાવપણું હોતે છતે, સ્વની નિવૃત્તિ અસંગત છે=પ્રથમ ક્ષણવાળા આત્માની બીજી ક્ષણમાં નિવૃત્તિ અસંગત છે; કેમ કે તેનું અજનસ્વભાવપણું જ છે=પ્રથમ ક્ષણવાળા આત્મામાં પોતાની નિવૃત્તિનું અજનસ્વભાવપણું જ છે. હા ભાવાર્થ :(૧) સ્વનિવૃત્તિસ્વભાવત્વરૂપ પ્રથમ પક્ષમાં આત્માના ક્ષણિકત્વની અસિદ્ધિઃ
આત્માને ક્ષણિક માનનાર બૌદ્ધ કહે છે કે આત્માનો પોતાની નિવૃત્તિ થવાનો સ્વભાવ છે. તેથી જે ક્ષણમાં આત્મા ઉત્પન્ન થયો તે પછીની ક્ષણમાં તે નિવૃત્તિને પામે છે, માટે આત્મા ક્ષણિક છે. તેને ગ્રંથકારશ્રી કહે છે --
જો આત્માનો નિવૃત્તિ થવાનો સ્વભાવ હોય તો બીજી ક્ષણમાં સદેશ એવા ઉત્તરક્ષણવાળા આત્માનો ઉત્પાદ થવો જોઈએ નહિ, પરંતુ માત્ર આત્માની નિવૃત્તિ થવી જોઈએ; કેમ કે પ્રથમ ક્ષણવાળા આત્માનો ઉત્તરક્ષણવાળા આત્માને ઉત્પન્ન કરવાનો સ્વભાવ નથી.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે આત્માને સ્વનિવૃત્તિસ્વભાવવાળો સ્વીકારીએ તો આત્મા ક્ષણિક સિદ્ધ થાય, પરંતુ ક્ષણ પછી શૂન્યની પ્રાપ્તિ થવી જોઈએ; પણ ઉત્તરક્ષણમાં સદૃશ આત્મા દેખાય છે તે સંગત થાય નહિ. માટે સ્વનિવૃત્તિસ્વભાવ સ્વીકારીને આત્મા ક્ષણિક છે તેમ સ્થાપન કરી શકાય નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org;