________________
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૫-૧૬
પ૭ - આશય એ છે કે બાળકઅવસ્થામાં કામના વિકારો પ્રતિપક્ષના ભાવનથી અવરુદ્ધ થયેલા નથી, પરંતુ વયરૂપ ઉદ્ધોધક સામગ્રીના અભાવને કારણે તે પ્રકારના વિકારો ઉલ્લસિત થતા નથી; જ્યારે યોગીપુરુષો કામના વિકારોનું પ્રતિપક્ષ ભાવન કરીને તે કામના વિકારોને અત્યંત શિથિલ કરે છે, તેથી બાહ્ય સામાન્ય ઉદ્ધોધક સામગ્રી મળે તો તે વિકારો ઊઠતા નથી, પરંતુ બાહ્ય બળવાન સામગ્રી મળે તો તે વિકારો ઊઠી શકે છે.
બાળકઅવસ્થામાં તો પ્રતિપક્ષના ભાવનથી વિકારો શિથિલ થયેલા નહિ હોવાથી યુવાવસ્થારૂપ ઉદ્ધોધક સામગ્રી મળે અને બાહ્ય વિકાર આપાદક સ્ત્રી આદિ નિમિત્તો મળે તો અવશ્ય વિકાર થાય છે; જ્યારે યોગીઓએ તો પ્રતિપક્ષના ભાવનથી વિકારોને શિથિલ કર્યા છે, તેથી વયરૂપ ઉદ્ધોધક સામગ્રી વિદ્યમાન છે, અને બાહ્ય સામાન્ય સ્ત્રી આદિનું નિમિત્ત મળે તોપણ વિકારો થતા નથી, પરંતુ અતિ બળવાન સામગ્રી મળે તો વિકાર થઈ શકે તેવા રાગાદિ જોશો હોય છે. તે રાગાદિ ક્લેશો તનુ કહેવાય છે.
આનાથી એ ફલિત થાય છે કે રાગાદિના પ્રતિપક્ષભાવનથી તનુ થયેલા ક્લેશો બળવાન સામગ્રી ન મળે તો યોગમાર્ગની પ્રવૃત્તિમાં વિઘ્નભૂત થતા નથી, અને યોગમાર્ગની પ્રવૃત્તિમાં યોગી યત્ન કરીને તે તન થયેલ રાગાદિ ક્લેશોનો ક્રમસર નાશ કરી શકે છે. II૧પ શ્લોક :
अन्येनोच्चैर्बलवताभिभूतस्वीयशक्तयः ।
तिष्ठन्तो हन्त विच्छिन्ना रागो द्वेषोदये यथा ।।१६।। અન્વયાર્થ :
૩૨ેલ્વેતવતા કચેન અત્યંત બળવાન એવા અન્ય વડે અર્થાત્ અત્યંત બળવાન એવા સ્વથી અતિરિક્ત ફ્લેશવડે, મૂતસ્વીરા =અભિભૂતસ્વશક્તિવાળા તિષ્યન્તો ચિત્તભૂમિમાં રહેલા દન્તઃખરેખર વિચ્છિન્ન =વિચ્છિન્ન ક્લેશો છે. યથા=જે પ્રમાણે જોયે દ્વેષતા ઉદયમાં રા=રાગ છે. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org