________________
પ૮
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૬ શ્લોકાર્ય :
અત્યંત બળવાન એવા સ્વથી અતિરિક્ત ફ્લેશ વડે અભિભૂતસ્વશક્તિવાળા, ચિત્તભૂમિમાં રહેલા, ખરેખર વિચ્છિન્ન ક્લેશો છે; જે પ્રમાણે દ્વેષના ઉદયમાં રાગ છે. ll૧૬ll ટીકા :__ अन्येनेति-अन्येन-स्वातिरिक्तेन, उच्चैर्बलवता=अतिशयितबलेन, क्लेशेन अभिभूतस्वीयशक्तयस्तिष्ठन्तो हन्त विच्छिन्नाः क्लेशा उच्यन्ते, यथा रागो द्वेषोदये, न हि रागद्वेषयोः परस्परविरुद्धयोर्युगपत्सम्भवोऽस्तीति ।।१६।। ટીકાર્ય :
ગજેન ..... મસ્તીતિ અન્યસ્વથી અતિરિક્ત અત્યંત બળવાન એવા ક્લેશ વડે=અતિશયિત બળવાન એવા ક્લેશ વડે, અભિભૂત સ્વશક્તિવાળા રહેલા ચિત્તભૂમિમાં રહેલા, ખરેખર વિચ્છિન્ન ક્લેશો કહેવાય છે, જે પ્રમાણે દ્વેષતા ઉદયમાં રાગ; જે કારણથી પરસ્પર વિરુદ્ધ એવા રાગ અને દ્વેષનો એકીસાથે સંભવ નથી.
રૂતિ શબ્દ દષ્ટાંતના સ્પષ્ટીકરણની સમાપ્તિ સૂચક છે. ll૧૬. ભાવાર્થ - (૩) વિચ્છિન્ન ક્લેશોનું સ્વરૂપ :
ચિત્તભૂમિમાં રાગાદિ અનેક ફ્લેશો વાસનારૂપે રહેલા છે, અને તે તે નિમિત્તને પામીને તે તે રાગાદિ ઉલ્લસિત થાય છે, અને જે વખતે જે ક્લેશ ઉલ્લસિત હોય તેનો પ્રતિપક્ષ એવો ક્લેશ વિદ્યમાન હોવા છતાં બળવાન એવા વર્તતા ક્લેશથી અભિભૂત શક્તિવાળો હોય છે, તેથી તે વખતે તે ક્લેશ ઉબુદ્ધ થતો નથી, તેને વિચ્છિન્ન ક્લેશ કહેવાય છે.
જેમકે આત્મામાં રાગના સંસ્કારો પડેલા છે, અને દ્વેષના સંસ્કારો પણ પડેલા છે, પરંતુ દેશનો ઉદય વર્તતો હોય ત્યારે રાગનો ઉદય વ્યક્તરૂપે પ્રગટ થઈ શક્તો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org