________________
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૪-૧૫
પપ પ્રકારના ભયાદિ ક્લેશો ઉસ્થિત થાય છે. તેથી પ્રબોધકના અભાવથી જે ક્લેશો વર્તમાનમાં વ્યક્ત થતા ન હોય તોપણ ચિત્તભૂમિમાં રહેલા છે, તે પ્રસુપ્ત ક્લેશો કહેવાય છે. વિશેષાર્થ :
જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર આત્મામાં મતિજ્ઞાનના સંસ્કારરૂપે રાગાદિ ક્લેશો રહેલા છે, અને તે ક્લેશોના સંસ્કારોની ઉદ્ધોધક સામગ્રી અંતરંગ રીતે ઉદયમાન કર્મ છે, અને તે કર્મનો ઉદય દ્રવ્ય, ક્ષેત્ર આદિ નિમિત્તોને પામીને વિપાકમાં આવે છે. તેથી બાલ્યાવસ્થામાં કામના વિકારોના સંસ્કારો આત્મામાં પડેલા હોવા છતાં દેહના તે પ્રકારના વિકાસના અભાવને કારણે ઉદ્ધોધક દેહરૂપ દ્રવ્યના અભાવને કારણે તે પ્રકારનાં કામના વિકારના આપાદક કર્મો સ્વકાર્ય કરવા સમર્થ બનતાં નથી. તેથી આત્મામાં કામના સંસ્કારો વિદ્યમાન હોવા છતા તે સંસ્કારો પ્રસુપ્ત છે તેમ કહેવાય છે. તે રીતે જે જે સંસ્કારો સામગ્રીના અભાવને કારણે વર્તમાનમાં ઉસ્થિત થતા ન હોય તે સર્વ વિકારો પ્રસુપ્ત રીતે ચિત્તભૂમિમાં પડેલા છે. II૧૪ બ્લોક :
भावनात्प्रतिपक्षस्य शिथिलीकृतशक्तयः । .
तनवोऽतिबलापेक्षा योगाभ्यासवतो यथा ।।१५।। અન્વયાર્થ :
પ્રતિપક્ષ પ્રતિપક્ષના વનત્રિભાવથી શિથિત્નીવૃત્તશય =શિથિલ કરાયેલ શક્તિવાળા તનવ=ત ક્લેશો છે, યથા=જે પ્રમાણે યોગાસંવત = યોગના અભ્યાસવાળા યોગીના તિવતાપેક્ષા=અતિબળની અપેક્ષાવાળા રાગાદિ ક્લેશો છે અર્થાત્ અતિ બળવાન સામગ્રીની અપેક્ષાથી કાર્ય કરવા સમર્થ બને એવા રાગાદિ લેશો છે. II૧પો શ્લોકાર્ચ -
પ્રતિપક્ષના ભાવનથી શિથિલ કરાયેલ શક્તિવાળા તન ક્લેશો છે, જે પ્રમાણે યોગના અભ્યાસવાળા યોગીના અતિબળની અપેક્ષાવાળા રાગાદિ ક્લેશો છે. [૧૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org