________________
૫૪
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૧૪
શ્લોકાર્થ :
જે ક્લેશો ચિત્તભૂમિમાં રહેલા, પણ પ્રબોધક બળ વગર બાળકના ક્લેશોની જેમ સ્વકાર્યનો આરંભ કરતા નથી, તે ક્લેશો પ્રસુપ્ત છે.
119811
ટીકા ઃ
स्वकार्यमिति ये क्लेशाश्चित्तभूमौ स्थिता अपि स्वकार्यं नारभन्ते विना प्रबोधकस्य=उद्बोधकस्य, बलम् उद्रेकं ते क्लेशाः प्रसुप्ताः शिशोरिव વાતસ્યેવ ।।૪।।
'
ટીકાર્ય ઃ
યે વોશો ..... વાતસ્યેવ ।। જે ક્લેશો ચિત્તભૂમિમાં રહેલા પણ પ્રબોધકના બળ વગર=ઉદ્બોધકના ઉદ્રેક વગર, સ્વકાર્યનો આરંભ કરતા નથી, તે ક્લેશો શિશુના ક્લેશોની જેમ=બાળકના ક્લેશોની જેમ, પ્રસુપ્ત છે. ।।૧૪।।
* સ્થિતા ગપિ સ્વાર્ય નામને - અહીં પથી એ કહેવું છે કે જે ક્લેશો ચિત્તભૂમિમાં ન રહેલા હોય તે તો સ્વકાર્યનો આરંભ કરતા નથી, પરંતુ જે ક્લેશો ચિત્તભૂમિમાં રહેલા છે, તે ક્લેશો પણ પ્રબોધક વગર સ્વકાર્યનો આરંભ કરતા નથી.
ભાવાર્થ :
(૧) પ્રસુપ્ત ક્લેશોનું સ્વરૂપ :
બાળક અવસ્થામાં અમુક પ્રકારના કામાદિ વિકારો થતા નથી તેનું કારણ બાળકની નાની વય છે. તેથી યુવાવયના અભાવરૂપ પ્રબોધકના અભાવને કારણે તે પ્રકારના રાગાદિ ક્લેશો બાળક અવસ્થામાં ઊઠતા નથી. તે પ્રમાણે દરેક સંસારી જીવની ચિત્તની ભૂમિમાં રહેલા ક્લેશો ઉદ્બોધક સામગ્રીના અભાવને કારણે સ્વકાર્યનો આરંભ કરતા નથી.
જેમ – સ્ત્રીના ચિત્તમાં જે પ્રકારના ભયાદિ ભાવો થાય છે, તે પ્રકારના ભયાદિ ભાવો પુરુષને થતા નથી, તેનું કારણ સ્ત્રીદેહરૂપ ઉદ્બોધક સામગ્રીના અભાવને કા૨ણે તે પ્રકારના ભયાદિ ક્લેશો પુરુષને ઉત્થિત થતા નથી, અને તે પુરુષ જ સ્ત્રીભાવને પામે ત્યારે તે સ્ત્રીદેહરૂપ ઉદ્બોધક સામગ્રીને કારણે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org