________________
પર
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૩ (૧) અવિદ્યા, (૨) અસ્મિતા, (૩) રાગ, (૪) દ્વેષ અને (૫) અભિનિવેશ, એમ પાંચ પ્રકારના ક્લેશો છે. તેથી હવે વિવેકખ્યાતિથી કઈ રીતે ક્લેશો નાશ પામે છે ? તે બતાવતાં કહે છે –
વિવેકખ્યાતિના બળથી અવિદ્યા નાશ પામે છે અને અવિદ્યા ઉત્તરના ચાર પ્રકારના ક્લેશોનું ક્ષેત્ર આધારસ્થાન છે. તેથી વિવેકખ્યાતિથી અવિદ્યાનો નાશ થાય તો અસ્મિતા આદિ ચાર પ્રકારના ક્લેશોના આધારભૂત અવિદ્યાનો નાશ થવાથી તે ક્લેશો પણ ક્રમસર નાશ પામે છે. માટે વિવેકખ્યાતિ અવિદ્યાના નાશ દ્વારા સર્વક્લેશોના નાશનું કારણ છે. તે અસ્મિતાદિ ક્લેશો પ્રસુપ્ત, તન, વિચ્છિન્ન અને ઉદાર એમ ચાર ભેટવાળા છે, જેનું સ્વરૂપ ગ્રંથકારશ્રી સ્વયં આગળ બતાવે છે. વિશેષાર્થ –
શ્લોક-૧૨માં ગ્રંથકારશ્રીએ કહેલ કે સાત પ્રકારની પ્રાંતભૂમિપ્રજ્ઞાવાળી વિવેકખ્યાતિ ક્લેશોનો ઉચ્છેદ કરનારી છે, અને શ્લોક-૧૨ની ટીકામાં વિવેકખ્યાતિનું સ્વરૂપ બતાવતાં કહ્યું કે પ્રતિપક્ષના ભાવનથી અવિદ્યાનો વિલય થયે છતે અંતર્મુખ થયેલી બુદ્ધિ વિવેકાતિરૂપ છે. તેથી પ્રતિપક્ષના ભાવનથી અવિદ્યાનો નાશ થાય છે અને તેનાથી વિવેકખ્યાતિ પ્રગટે છે, અને આ વિવેકખ્યાતિ સકલ સાલંબનસમાધિની અંતિમ ભૂમિકારૂપ છે તેમ બતાવેલ છે;
જ્યારે પ્રસ્તુત શ્લોકમાં કહ્યું કે વિવેકખ્યાતિના બળથી અવિદ્યા નાશ પામે છે. તેથી સ્થૂલદૃષ્ટિથી પરસ્પર વિરોધ દેખાય; કેમ કે અવિદ્યાના નાશથી વિવેકખ્યાતિ ઉત્પન્ન થાય છે તેમ કહ્યા પછી વિવેકખ્યાતિથી અવિદ્યા નાશ પામે છે તેમ કહી શકાય નહિ.
વસ્તુતઃ યોગીને પ્રથમ ભૂમિકાની પુરુષ અને પ્રકૃતિના ભેદજ્ઞાનરૂપ વિવેકખ્યાતિ ઉપદેશથી કે શાસ્ત્રશ્રવણથી પ્રગટે છે, અને તેથી યોગીને બોધ થાય છે કે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિથી પુરુષ ભિન્ન છે, અને ત્યારપછી અનુભવ અને યુક્તિથી તેનો ઊહ કરવાથી શાસ્ત્રથી થયેલો બોધ કાંઈક સ્પષ્ટ-સ્પષ્ટતર થાય છે. ત્યારપછી યોગી અવિદ્યાના નાશ અર્થે પ્રતિપક્ષભાવનમાં ઉદ્યમ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org