________________
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૧૨-૧૩
(૬) મારા ગુણો હતઅધિકારવાળા છે, તેથી મોહના બીજનો અભાવ હોવાથી બુદ્ધિના ગુણોનો પ્રરોહ ક્યાંથી હોય ? તેવી પરિણતિ :– બુદ્ધિના ત્રણ ગુણો છે : સત્ત્વ, રજસ્ અને તમસ્. એ ત્રણ ગુણોમાંથી સંસારી જીવોને સત્ત્વગુણ સુખનો અનુભવ કરાવે છે, ૨જોગુણ દુઃખનો અનુભવ કરાવે છે, અને તમોગુણ મોહનો અનુભવ કરાવે છે; પરંતુ યોગીની બુદ્ધિમાં વર્તતા સત્ત્વ, ૨જસ અને તમોગુણ હૃતઅધિકારવાળા હોય છે અર્થાત્ બુદ્ધિના ગુણોનો જે કાર્ય કરવાનો અધિકાર છે તે ચાલ્યો ગયો છે. તેથી યોગીની બુદ્ધિમાં મોહના બીજનો અભાવ હોવાથી બુદ્ધિના ગુણોનો પ્રરોહ ક્યાંથી હોય ? માટે બુદ્ધિના ગુણોના વિકારો યોગીની બુદ્ધિમાં વર્તતા નથી. તેથી વિવેકખ્યાતિમાં યોગીની બુદ્ધિ વિકાર વગરની હોય છે.
૫૦
(૭) મને સમાધિ સાત્મીભૂત થયેલી છે, એથી હું સ્વરૂપપ્રતિષ્ઠ છું, તેવી પરિણતિ :- વિવેકખ્યાતિવાળા યોગીના ચિત્તમાં સમાધિ પ્રકૃતિભૂત થયેલી છે, તેથી વિવેકખ્યાતિવાળા યોગી પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. આ પ્રકારની વિવેકખ્યાતિમાં યોગીની બુદ્ધિ હોય છે.
આ પ્રકારે ગુણવિષયક જ્ઞાનસ્વરૂપ આ ત્રણ ચિત્તની પરિણતિઓ વિવેકખ્યાતિમાં હોય છે.
સારાંશ:
સંક્ષેપથી એ ફલિત થાય છે કે વિવેકખ્યાતિવાળા યોગીની બુદ્ધિ સર્વ વિકલ્પોથી પર, સદા એક પ્રકારના શાંતરસના પ્રવાહવાળી હોય છે, જે સંગ વગરના નિસ્તરંગ આત્માના સ્વરૂપના અનુભવસ્વરૂપ છે. ૧૨
અવતરણિકા :
શ્લોક-૧૨માં કહ્યું કે અનુપપ્લવવાળી એવી વિવેકખ્યાતિ ક્લેશોના ઉચ્છેદને કરનારી છે. હવે અવિદ્યા આદિ પાંચ ક્લેશોનો નાશ વિવેકખ્યાતિથી કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે
શ્લોક ઃ
बलान्नश्यत्यविद्यास्या उत्तरेषामियं पुनः । प्रसुप्ततनुविच्छिन्नोदाराणां क्षेत्रमिष्यते । । १३ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org