________________
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/મ્લોક-૧૩-૧૪
૫૩
છે અને તેના બળથી અવિદ્યાનો નાશ થાય છે અને અવિદ્યાનો નાશ થયા પછી સાત પ્રકારની પ્રાંતભૂમિવાળી પ્રજ્ઞા પ્રગટે છે ત્યારે, યોગી શ્રેષ્ઠ કોટિની સમાધિવાળા બને છે. તે વખતની વિવેકખ્યાતિ વિશિષ્ટ કોટિની હોય છે, જેના બળથી સર્વક્લેશોનો ઉચ્છેદ થાય છે. તેથી પ્રસ્તુત શ્લોકમાં પ્રાથમિક ભૂમિકાની વિવેકખ્યાતિને ગ્રહણ કરીને કહ્યું કે વિવેકખ્યાતિથી અવિદ્યાનો નાશ થાય છે. આ અવિદ્યા સર્વક્લેશોનું આધારસ્થાન છે, તેથી અવિદ્યાનો નાશ થયા પછી અન્ય ક્લેશોનો આધાર નષ્ટ થયેલો હોવાથી અન્ય ક્લેશો અલ્પકાળમાં નાશ પામે છે. આથી યોગી પ્રાથમિક ભૂમિકાની વિવેકખ્યાતિ પ્રાપ્ત કર્યા પછી પ્રતિપક્ષભાવન દ્વારા અવિદ્યાનો નાશ કરે છે અને ત્યારપછી સાલંબનસમાધિનાં સર્વ આલંબનોમાં ઉદ્યમ કરીને પ્રાંતભૂમિની પ્રજ્ઞાવાળી વિવેકખ્યાતિ પ્રાપ્ત કરે છે. તેના બળથી સર્વ ક્લેશોનો નાશ થાય છે. જેને આશ્રયીને જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે અસંગઅનુષ્ઠાનવાળા યોગીઓ પ્રાંતભૂમિકાવાળી પ્રજ્ઞાને પામેલા વિવેકખ્યાતિવાળા હોય છે એમ કહી શકાય છે, અને તેઓ મહાપરાક્રમ ફોરવીને સર્વક્લેશોનો નાશ કરે છે ત્યારે વીતરાગ સર્વજ્ઞ બને છે. I[૧૩] અવતરણિકા :
શ્લોક-૧૩માં કહ્યું કે પ્રસુપ્ત, તનુ, વિચ્છિન્ન અને ઉદાર એવા અસ્મિતાદિ ક્લેશોનું અવિદ્યા ક્ષેત્ર છે. તેથી હવે પ્રસુપ્ત, તનુ, વિચ્છિન્ન અને ઉદાર એવા અસ્મિતાદિ ક્લેશોનું વર્ણન ક્રમસર કરે છે
શ્લોક ઃ
स्वकार्यं नारभन्ते ये चित्तभूमौ स्थिता अपि । विना प्रबोधकबलं ते प्रसुप्ताः शिशोरिव । ।१४।। અન્વયાર્થ:
યે=જે ક્લેશો ચિત્તમૂમા=ચિત્તભૂમિમાં સ્થિત અપિ=૨હેલા પણ પ્રોધાવત વિના=પ્રબોધક બળ વગર શિશોરિવ=બાળકના ક્લશોની જેમ સ્વાર્ય= સ્વકાર્યનો નરમત્તે=આરંભ કરતા નથી તે-તે ક્લેશો પ્રભુપ્તાઃ=પ્રસુપ્ત છે.
||૧૪!!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org