________________
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૨
૪૭ છે તેમ કહ્યું, તે સમ્યગું જ્ઞાન અને સમ્યક ક્રિયા પ્રકર્ષને પામીને અસંગઅનુષ્ઠાનની ભૂમિકાને પામે ત્યારે આત્મા અસંગપરિણામવાળો બને છે. તેથી અસંગઅનુષ્ઠાનથી ક્લેશનાશ થાય છે એ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય છે. તે અસંગઅનુષ્ઠાનને પાતંજલદર્શનકાર વિવેકખ્યાતિ કહે છે. પાતંજલમતાનુસાર વિવેકખ્યાતિનું સ્વરૂપ :
પ્રકૃતિ અને પુરુષ એ બેના ભેદનું પ્રકર્ષવાળું જ્ઞાન તે વિવેકખ્યાતિ છે. તે જ્ઞાનને કારણે બુદ્ધિ અસંશ્લેષવાળી બને છે, તેથી અસંગઅનુષ્ઠાનનું નામાંતર વિવેકખ્યાતિ છે. આ વિવેકખ્યાતિનું સ્વરૂપ બતાવતાં પાતંજલદર્શનકાર કહે
આત્મામાં અનાદિકાળથી અવિદ્યા પ્રવર્તે છે, અને યોગી અવિદ્યાના નાશના ઉપાયરૂપ પ્રતિપક્ષનું ભાવન કરે ત્યારે તે પ્રતિપક્ષના ભાવનથી અવિદ્યાનો નાશ થાય છે, અને અવિદ્યાનો નાશ થવાથી બુદ્ધિમાં બાહ્ય પદાર્થોનું જ્ઞાતૃત્વ અને કર્તુત્વનું અભિમાન નિવૃત્ત થાય છે, તેથી બુદ્ધિ રજ અને તમોમળથી અનભિભૂત બને છે અર્થાત્ રાગાદિ વિકાર વગરની બને છે, અને રાગાદિ વિકાર વગરની બનેલી બુદ્ધિ અંતર્મુખ થાય છે અર્થાત્ પુરુષના સ્વરૂપને જોવા માટે અભિમુખ થાય છે. તે વખતે બુદ્ધિમાં પુરુષની ચિછાયાની જે સંક્રાંતિ થાય છે તે વિવેકખ્યાતિ છે. પાતંજલમતાનુસાર અનુપપ્લવવાળી વિવેકખ્યાતિથી ક્લેશોનો નાશ :
વિવેકખ્યાતિ જ્યારે ઉપપ્લવ વગરની થાય છે=વચ-વચમાં વ્યુત્થાનદશારહિત બને છે, ત્યારે તે વિવેકખ્યાતિ ફ્લેશોનો ઉચ્છેદ કરનારી છે. વિવેકખ્યાતિ વખતે યોગીના ચિત્તમાં વર્તતી સાત પ્રકારની પરિણતિ :
વિવેકખ્યાતિ વખતે યોગીનું ચિત્ત કેવું હોય છે ? તે બતાવવા અર્થે શ્લોકના ઉત્તરાર્ધમાં કહે છે --
સકલસાલંબન સમાધિના પર્યતભૂમિવાળી સાત પ્રકારની બુદ્ધિ વિવેકખાતિરૂપ છે. તેથી એ પ્રાપ્ત થાય કે યોગી સંસારના ઉચ્છેદ અર્થે ઉત્તમ આલંબનો લે છે, તેથી સંસારના ભાવોથી વિકાર વગરનું તેમનું ચિત્ત બને છે, તે સાલંબનસમાધિરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org