________________
૩૭
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૦-૧૧ નિરાભ્યનો અયોગ છે એમ ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું. તેથી નૈરાભ્યદર્શન ક્લેશનાશનો ઉપાય નથી તેમ સિદ્ધ થાય છે. વળી શ્લોક-૪માં બૌદ્ધદર્શનની યુક્તિ આપતાં કહેલ કે આત્માના દર્શનમાં ધ્રુવ સ્નેહ ઉત્પન્ન થાય છે. તેથી હવે આત્માના દર્શનમાં સ્નેહ ઉત્પન્ન થાય છે તે બૌદ્ધનું કથન સંગત નથી, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – મોહનીયકર્મના ઉદયનિમિત્તક સ્નેહની ઉત્પત્તિ :
આત્મદર્શનહેતુક સ્નેહ નથી, પરંતુ મોહનીયકર્મના ઉદયનિમિત્તક સ્નેહ ઉત્પન્ન થાય છે.
આશય એ છે કે શરીરાદિથી અતિરિક્ત મારો આત્મા છે તેવો નિર્ણય થાય તોપણ આત્મા પ્રત્યે સ્નેહ થાય તેવો એકાંતે નિયમ નથી, આથી જ કેવલીને શરીરથી અતિરિક્ત પોતાનો આત્મા પ્રત્યક્ષથી દેખાય છે છતાં સ્નેહ થતો નથી, પરંતુ જે આત્મામાં મોહનીયકર્મનો ઉદય છે તે કર્મના ઉદયથી સ્નેહ ઉત્પન્ન થાય છે. તેથી સ્નેહ કરવો એ આત્મદર્શનનો અપરાધ નથી, પરંતુ મોહનીય કર્મના ઉદયનો અપરાધ છે. ll૧ના શ્લોક-૧૧નું ઉત્થાન :
શ્લોક-૧૦માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે આત્મદર્શનહેતુક સ્નેહ નથી, પરંતુ કર્મના ઉદયથી સ્નેહનો ઉદ્ભવ છે, ત્યાં બૌદ્ધદર્શનવાદી કહે કે કર્મના ઉદયથી ઉદ્ભવ હોવા છતાં, બાહ્ય સુંદર વસ્તુના દર્શનથી બાહ્ય વસ્તુ પ્રત્યે સ્નેહ થાય છે, તેમ આત્મદર્શનનિમિત્તક સ્નેહ થાય છે તેમ અનુભવથી સ્વીકારવું પડે, એ પ્રકારની બૌદ્ધની શંકાને સામે રાખીને નથી ગ્રંથકારશ્રી કહે છે – અવતરણિકા :
ननु यद्यप्यात्मदर्शनमात्रनिमित्तको न स्नेहः, क्षणिकस्याप्यात्मनः स्वसंवेदनप्रत्यक्षेण समवलोकनात्तदुद्भवप्रसगात्, किन्तु ध्रुवात्मदर्शनतो नियत एव स्नेहोद्भवस्तद्गतागामिकालसुखदुःखावाप्तिपरिहारचिन्तावश्यकत्वादित्यत्राह -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org