________________
૪૨
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૧ પદાર્થના દર્શનથી સ્નેહ થાય છે, તેમ આત્મદર્શનથી પણ આત્મા પ્રત્યે સ્નેહ થાય છે, તેમ માનવું જોઈએ. તેને ગ્રંથકારશ્રી કહે છે – સંક્લેશનો અભાવ જ સ્નેહની અનુત્પત્તિનું કારણ -
જો આત્મદર્શનથી સ્નેહ થાય છે તેમ તમારે માનવું હોય તો ધ્રુવ આત્મદર્શનથી સ્નેહ થાય છે તેમ માનવું જોઈએ, અને એવું ન માનો તો ક્ષણિકવાદમાં પણ ક્ષણિક એવા આત્માનું સ્વસંવેદન હોવાથી સ્નેહ થવો જોઈએ. તેથી આત્માને ક્ષણિક માનવા છતાં પણ આત્મદર્શનથી સ્નેહ સ્વીકારનારને આત્મા પ્રત્યે સ્નેહની પ્રાપ્તિ થાય. માટે ક્ષણિકવાદી બૌદ્ધ કહેવું જોઈએ કે આત્મદર્શનથી સ્નેહ થતો નથી પરંતુ ધ્રુવ આત્મદર્શનથી સ્નેહ થાય છે. આથી જ ધ્રુવ આત્મદર્શન કરનારને પોતાના આત્માની ભવિષ્યની ચિંતા થાય છે.
વસ્તુતઃ ધ્રુવ આત્મદર્શનથી પણ સ્નેહ થતો નથી કે ક્ષણિક આત્મદર્શનથી પણ સ્નેહ થતો નથી, પરંતુ ચિત્તમાં મોહનીય કર્મના ઉદયથી થયેલા સંક્લેશથી સ્નેહ થાય છે; અને જે યોગીઓના ચિત્તમાં મોહનીયકર્મના ઉદયના અભાવને કારણે સંક્લેશનો અભાવ વર્તે છે તેમના ચિત્તમાંથી સ્નેહ નિવૃત્ત થાય છે. તેથી તેઓ આત્માને ધ્રુવ જુએ તોપણ તેઓને સ્નેહ થતો નથી. અને સંક્લેશ વગર પણ ધ્રુવ આત્મદર્શનમાં સ્નેહ થાય છે તેમ સ્વીકારવામાં આવે, તો આત્માને ક્ષણિક સ્વીકારવામાં પણ આત્મા પ્રત્યે સ્નેહની પ્રાપ્તિ થાય; કેમ કે ક્ષણિકવાદી મતાનુસાર જે ક્ષણમાં આત્મા છે તે ક્ષણમાં તે આત્માને પોતાનું સ્વસંવેદન પ્રત્યક્ષ છે, માટે તેને પોતાના આત્મદર્શનને કારણે અવશ્ય સ્નેહ થવો જોઈએ. તેથી સ્નેહની નિવૃત્તિ કોઈને સંભવે નહિ.
આ કથનથી શું ફલિત થાય છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે – બૌદ્ધ દર્શનવાદીને કોઈએ આપત્તિ આપી કે ધ્રુવ ઇક્ષણમાં આત્મા પ્રત્યે સ્નેહ થાય છે તેમ તમારે સ્વીકારવું જોઈએ. તેના સમાધાનરૂપે બૌદ્ધદર્શનવાદી કહે છે કે લાઘવથી આત્મદર્શનમાત્રનું જ સ્નેહહેતુપણું છે; કેમ કે ધૃવત્વ વિશેષણથી વિશિષ્ટ આત્માને સ્નેહનું કારણ સ્વીકારવામાં ગૌરવની પ્રાપ્તિ છે, તેથી આત્મદર્શનમાત્ર જ સ્નેહનો હેતુ છે તેમ માનવું ઉચિત છે. અને આત્મા ક્ષણિક હોવા છતાં ધૃવત્વનું ભાન મોહથી થાય છે, તેથી ધ્રુવ આત્મા માનીને
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org -