________________
૩૫
ક્લેશતાનોપાયદ્વાબિંશિકા/શ્લોક-૧૦ કેમ અન્વયની સિદ્ધિ છે ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે –
જેમ ક્ષણિકવાદી બૌદ્ધ પ્રથમ ક્ષણના આત્મામાં ઉભયએકસ્વભાવ સ્વીકાર્યો, તેની જેમ પૂર્વ-અપરકાલ સાથે સંબંધરૂપ એકસ્વભાવત્વનો પણ અવિરોધ પ્રાપ્ત થાય છે, માટે અન્વયનો વિરોધ નથી.
ક્ષણિકવાદી બૌદ્ધનો આશય એ છે કે વર્તમાનક્ષણનો આત્મા બીજી ક્ષણમાં સર્વથા નાશ પામે છે, તેથી તે આત્મામાં સ્વની નિવૃત્તિનો સ્વભાવ છે. વળી જેમ વર્તમાનક્ષણનો આત્મા સર્વથા નાશ પામે છે, તેમ ઉત્તરના સ્વસદશ અન્ય આત્માને તે ઉત્પન્ન કરે છે. તેથી વર્તમાનક્ષણના આત્મામાં સ્વસદશ અન્યને જનન કરવાનો પણ સ્વભાવ છે, અને આત્મામાં બે સ્વભાવ માનવામાં આવે તો સ્વભાવના ભેદથી વસ્તુનો ભેદ પ્રાપ્ત થાય. તેથી એક આત્માને બદલે બે આત્મા સ્વીકારવાની આપત્તિ આવે. તે આપત્તિના નિવારણ માટે ક્ષણિકવાદી બૌદ્ધો આત્મામાં બે સ્વભાવ માનતા નથી પરંતુ ઉભયએકસ્વભાવ માને છે અર્થાત્ આત્માનો ઉભયાત્મક એકસ્વભાવ છે, તે એકસ્વભાવ બે કાર્યો કરે છે. (૧) સ્વની ઉત્તરક્ષણમાં નિવૃત્તિ કરે છે, અને (૨) સ્વસદશ અન્ય આત્માને ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે ક્ષણિકવાદી બૌદ્ધ સ્વીકારે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
ઉભયએકસ્વભાવવાળા તે આત્મામાં પ્રથમ ક્ષણમાં અને દ્વિતીય ક્ષણમાં અન્વયનો વિરોધ પ્રાપ્ત થતો નથી, તેથી આત્મા ક્ષણિક નથી તેમ સિદ્ધ થાય છે.
ઉભયએકસ્વભાવ માનવાને કારણે અન્વયનો વિરોધ કેમ નથી ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે –
જેમ- પર્વતમાં ધૂમને જોઈને કહેવામાં આવે છે કે પર્વતમાં વહ્નિ ન હોય તો ધૂમની ઉપપત્તિ થાય નહિ, તેથી અન્યથા-અનુપપત્તિરૂપ હેતુથી ધૂમને જોઈને વહ્નિની સિદ્ધિ થાય છે. તેમ પ્રસ્તુતમાં પ્રથમ ક્ષણના અને દ્વિતીય ક્ષણના આત્મામાં અન્વય સ્વીકારવામાં ન આવે તો “જે પ્રથમ ક્ષણવાળો આત્મા કાંઈક રૂપે નિવર્તન પામે છે તે જ બીજી ક્ષણવાળા આત્માને ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org