________________
૩૪
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૦ મુદ્રિત પ્રતમાં નિવૃત્તિશાપરોયનનને સ્વભાવત્વે પાઠ છે, ત્યાં નવૃત્તિસગપરક્ષણનનનોપર્વમાવત્વે પાઠ સંગત જણાય છે. તેથી તે મુજબ પાઠ ગ્રહણ કરીને અર્થ કરેલ છે.
છે સમન્વયોગપિ દિન વિરુદ્ધ: - અહીં થિી એ કહેવું છે કે પૂર્વેક્ષણવાળા આત્માનો કથંચિત્ નાશ તો વિરુદ્ધ નથી, પરંતુ પૂર્વેક્ષણ અને અપરક્ષણનો અન્વય પણ વિરુદ્ધ નથી.
જ પૂર્વાપરીતસર્વશ્વેક્ષ્યમવર્વાર્થવિરોધાત્ - અહીં પ થી એ કહેવું છે કે ઉભયએકસ્વભાવત્વનો તો વિરોધ નથી, પરંતુ પૂર્વ-અપરકાલસંબંધ એક સ્વભાવત્વનો પણ વિરોધ નથી.
આ પ્રમજ્ઞાજ્યિા7સામાનધરખ્યાવીનાન્ - અહીં દ્રિ થી નિરૂપચરિત સંસાર અને નિરુપચરિત મોક્ષનું ગ્રહણ કરવું. ભાવાર્થ(૩) ઉભયએક સ્વભાવત્વરૂપ ત્રીજા પક્ષમાં આત્માના ક્ષણિકત્વની અસિદ્ધિઃ
ક્ષણિકવાદ સ્વીકારનાર બૌદ્ધને સ્વનિવૃત્તિસ્વભાવરૂપ પ્રથમ વિકલ્પમાં અને અન્યજન્મસ્વભાવરૂપ બીજા વિકલ્પમાં ગ્રંથકારશ્રીએ દોષ બતાવ્યો. તેથી ક્ષણિકવાદી બૌદ્ધ ઉભયસ્વભાવરૂપ ત્રીજો વિકલ્પ સ્વીકારે અને કહે કે ક્ષણિક એવા આત્માનો ઉભયએકસ્વભાવ છે અર્થાત્ જે ક્ષણમાં આત્મા ઉત્પન્ન થયો તે આત્માનો સ્વનિવૃત્તિ કરવારૂપ અને સદશ અપરક્ષણને ઉત્પન્ન કરવારૂપ ઉભયએકસ્વભાવ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
ઉભયએકસ્વભાવ ક્ષણિકવાદી સ્વીકારે તો પ્રથમ ક્ષણના આત્મામાં અને બીજી ક્ષણના આત્મામાં અન્વય પણ વિરુદ્ધ નથી. કેમ અન્વયે વિરુદ્ધ નથી ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે – પ્રથમ ક્ષણવાળા આત્મામાં જે કાંઈ નિવર્તન પામે છે તે જ અપરક્ષણજનનસ્વભાવ છે અર્થાત્ પ્રથમ ક્ષણવાળા આત્માની જે કાંઈ અવસ્થા નિવર્તન પામે છે, તે જ આત્મા અપરક્ષણજનનસ્વભાવવાળો છે, એ પ્રકારનો શબ્દનો અર્થ તો જ સંગત થાય કે આત્મામાં અન્વય સ્વીકારવામાં આવે. તેથી અન્યથાઅનુપપત્તિરૂપ હેતુથી આત્મામાં અન્વયની સિદ્ધિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org