________________
૩૧
I ! ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૯-૧૦
(૨) અન્યજન્મસ્વભાવવરૂપ બીજાપક્ષમાં આત્માના ક્ષણિકત્વની અસિદ્ધિઃ
બીજી ક્ષણમાં સદશ આત્મા દેખાય છે તેની સંગતિ કરવા માટે, ક્ષણિકવાદી બૌદ્ધ અન્યજન્મસ્વભાવત્વરૂપ બીજો વિકલ્પ સ્વીકારે તો શું દોષ આવે છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે --
જો આત્માનો અન્યજન્મસ્વભાવ છે તેમ સ્વીકારવામાં આવે, તો સદશ ઉત્તરક્ષણવાળો આત્મા ઉત્પન્ન થાય છે તે સંગત થાય, પરંતુ પ્રથમ ક્ષણવાળો આત્મા નિવૃત્ત થાય છે તેની સંગતિ થાય નહિ. તેથી ઉત્તરક્ષણમાં પોતાનું અસ્તિત્વ પણ પ્રાપ્ત થાય અને સદશ અન્ય આત્માની પણ પ્રાપ્તિ થાય.
અહીં પ્રશ્ન થાય કે પોતાની નિવૃત્તિ સંગત કેમ ન થાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે --
આત્માનું સ્વનિવૃત્તિજનનસ્વભાવપણું નથી અર્થાત્ બીજા વિકલ્પ પ્રમાણે આત્માનું માત્ર અન્યજન્મસ્વભાવપણું છે પરંતુ સ્વનિવૃત્તિજનનસ્વભાવપણું નથી, માટે સ્વની નિવૃત્તિ થાય નહિ. INલી અવતરણિકા :
तृतीये त्वाह - અવતરણિકાર્ય :
વળી ત્રીજા વિકલ્પમાંsઉભયસ્વભાવરૂપ ત્રીજા વિકલ્પમાં, કહે છેભાવાર્થ :
શ્લોક-૯ની અવતરણિકામાં ક્ષણિક આત્માને સ્વીકારવા વિષયક ત્રણ વિકલ્પો બતાવ્યા, અને શ્લોક-૯માં સ્વનિવૃત્તિસ્વભાવરૂપ પ્રથમ વિકલ્પ અને અન્યજન્મસ્વભાવરૂપ બીજો વિકલ્પ સંગત નથી તેમ બતાવ્યું. હવે ક્ષણિકવાદી બૌદ્ધ ઉત્તરક્ષણમાં સ્વની નિવૃત્તિ અને સદશ અન્ય આત્માની ઉત્પત્તિ થાય છે તેની સંગતિ કરવા અર્થે ક્ષણિક આત્માનો ઉભયસ્વભાવરૂપ ત્રીજો વિકલ્પ સ્વીકારે, તો ક્ષણિકવાદી બૌદ્ધને શું દોષ પ્રાપ્ત થાય છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org