________________
૬
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/પ્રાસ્તાવિક
તેમ સ્થાપન કર્યું. તે સાંભળીને જે યોગીમહાત્માને સ્થિર નિર્ણય થાય અને કર્મક્ષયમાં ઉદ્યમ કરે તે યોગીમહાત્માને ભવપ્રપંચથી રહિત, ૫૨માનંદથી રમ્ય, નિરુપમ અને અનંત એવું મોક્ષસ્થાન પ્રાપ્ત થાય છે એમ શ્લોક-૩૨માં કહેલ છે..
આ રીતે ૨૫મી ‘ક્લેશહાનોપાય' બત્રીશીમાં કહેલા પદાર્થોનું અહીં સંક્ષિપ્ત દિગ્દર્શન કરાવેલ છે. તે અંગે વિશેષ સમજ સંક્ષિપ્ત સંકલના વાંચવાથી પ્રાપ્ત થશે, અને ગ્રંથકારશ્રીની ટીકાના આધારે જે શબ્દશઃ વિવેચન કરેલ છે, તે વાંચતાં અપૂર્વ પદાર્થદર્શન થયાની અનુભૂતિ થશે.
આ બત્રીશીના ગુજરાતી વિવરણના પ્રસંશોધન કાર્યમાં શ્રુતોપાસકસ્વાધ્યાયપ્રેમી સુશ્રાવક શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે અને તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની અને વાચનની અમૂલ્ય તક સાંપડી તે બદલ ધન્યતા અને ઉપકૃતતાની લાગણી અનુભવેલ છે.
અત્યંત નાદુરસ્ત તબિયત થઈ જવાથી જંઘાબળ ક્ષીણ થતાં અમદાવાદ મુકામે મારે સ્થિરવાસ કરવાનું બન્યું, અને પ્રજ્ઞાધન સુશ્રાવક પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે યોગવિષયક અને અધ્યાત્મવિષયક સંવેગ-વૈરાગ્યવર્ધક ગ્રંથોના વાચનનો સુંદર સુયોગ પ્રાપ્ત થયો. નાદુરસ્ત તબિયતમાં પણ પરમાત્માની કૃપા, ગુરુકૃપા, શાસ્ત્રકૃપા અને ગ્રંથકારશ્રીની કૃપાથી ૨૫મી ‘ક્લેશહાનોપાયબત્રીશી'ના શબ્દશઃ વિવેચનની સંકલનાનો આ પ્રયાસ સફળ થયો છે. ગ્રંથના વિવરણમાં સર્વજ્ઞકથિત પદાર્થોનું ક્યાંય અવમૂલ્યન થઈ ન જાય તે માટે પૂરો પ્રયત્ન કરેલ હોવા છતાં છદ્મસ્થતાને કારણે કોઈ ક્ષતિ રહી હોય, કે તરણતારણ શ્રીજિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અનાભોગથી ક્યાંય પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો ત્રિવિધે ત્રિવિધે ‘મિચ્છા મિ દુક્કડં’ માંગું છું અને શ્રુતવિવેકીજનો તેનું પરિમાર્જન કરે એમ ઇચ્છું છું.
પ્રાંતે અધ્યાત્માદિ યોગોની પ્રાપ્તિ માટે કરાયેલ આ પ્રયાસ સ્વ-પર ઉપકારક બને, તેમ જ સદ્દષ્ટિ એ નિર્મળદષ્ટિ છે, તે નિર્મળદષ્ટિને પ્રાપ્ત કરીને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org