________________
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/પ્રાસ્તાવિક
પાતંજલયોગદર્શન :- આ દર્શન વિવેકખ્યાતિથી ક્લેશનાશ માને છે જ્યારે દચિપ પુરુષ અને દૃશ્ય=બુદ્ધિ વચ્ચે અભેદ હોવાનો ભ્રમ થાય છે, ભોગ્ય-ભોક્તભાવરૂપ વિવેક-અખ્યાતિજન્ય સંયોગનો ભ્રમ થાય છે ત્યારે ભવની પરંપરા ચાલે છે. આવી અવિદ્યા=મિથ્યાજ્ઞાનરૂપ ક્લેશ જ સંસાર ચલાવે છે. પાતંજલમત પ્રમાણે ક્લેશ પાંચ પ્રકારનો છે ઃ- (૧) અવિદ્યા, (૨) અસ્મિતા, (૩) રાગ, (૪) દ્વેષ અને (૫) અભિનિવેશન, અહીં મુખ્ય અવિદ્યારૂપ ક્લેશ છે કે જે બાકીના ચાર ક્લેશોનું ક્ષેત્ર છે; પરંતુ વિવેકખ્યાતિરૂપ પ્રતિપક્ષભાવનાથી અવિદ્યાનો નાશ થાય છે. આથી પુરુષ અને બુદ્ધિના સંયોગના અભેદનો ભ્રમ પણ દૂર થવાથી પુરુષની સર્વક્સેશનાશરૂપ મુક્તિ થાય છે એમ પાતંજલદર્શનકાર કહે છે. એ મતનો ઉપન્યાસ કરીને તે મત કેમ અસંગત છે ? તેનું શ્લોક-૧૨થી ૧૬માં વર્ણન કરેલ છે.
નૈયાયિકદર્શન :- તાર્કિક એવા નૈયાયિકો ચરમદુઃખના નાશને મુક્તિ માને છે. નૈયાયિકો કહે છે કે પુરુષાર્થ માટે દુઃખમાં પ્રવૃત્તિ થાય છે, માટે ચરમદુઃખ માટે કરાયેલા પુરુષાર્થથી ક્લેશનાશ થાય છે. એ મતનો ઉપન્યાસ કરીને તે મત કેમ ઉચિત નથી ? તેનું શ્લોક-૨૭થી ૨૯માં વર્ણન કરેલ છે.
અન્ય સર્વ મતોના નિરાકરણ દ્વારા ગ્રંથકારશ્રીએ શ્લોક-૧માં ક્લેશનાશના ઉપાય તરીકે જે સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ક્રિયા કહેલ છે તે સુસ્થિત થાય છે, એમ શ્લોક-૩૦માં બતાવેલ છે. સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ક્રિયા સર્વદુઃખોનો નાશ કરીને પૂર્ણ સુખમય મોક્ષની પ્રાપ્તિનું કારણ છે.
ક્લેશો બહુભેદવાળાં પાપકર્મો છે, તેમ બતાવીને શ્લોક-૩૧માં ગ્રંથકારશ્રીએ ચાર ઘાતિકર્મોને ક્લેશરૂપ સ્થાપન કરેલ છે. આમ તો આઠે કર્મો જીવની વિકૃતિને કરનારાં હોવાથી જીવ માટે અનિષ્ટરૂપ છે, તોપણ અંતરંગ ક્લેશ ઘાતિકર્મોથી થાય છે. તે ક્લેશને કરાવનારાં એવાં પાપકર્મો યોગમાર્ગના સેવનથી ક્ષય થાય છે, પરંતુ ભોગથી જ સર્વકર્મોનો ક્ષય થતો નથી, તેનું યુક્તિપૂર્વક શ્લોક-૩૧માં સ્થાપન કરેલ છે.
આ રીતે ગ્રંથકારશ્રીએ ક્લેશનાશનો ઉપાય જૈનદર્શનની પ્રક્રિયાથી બતાવ્યો, અને અન્ય અન્ય દર્શનકારો જે ક્લેશના નાશનો ઉપાય કહે છે તે સંગત નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org