Book Title: Kleshhanopay Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 12
________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/પ્રાસ્તાવિક સમલંકૃત છે. પૂજ્યશ્રીએ શ્રુતસાગરની અગાધ જલરાશિને વલોવીને નિષ્પન્ન અમૃતને આ ગ્રંથગાગરમાં આપણને પીરસ્યું છે. તેઓશ્રીની એક એક કૃતિ Master Piece - બેનમૂન નમૂનારૂપ છે, જે તેમના ઉચ્ચ બૌદ્ધિક સ્તરનાં આપણને દર્શન કરાવે છે. આ ગ્રંથનું અધ્યયન કરતાં અનેક પદાર્થોનું યુક્તિસભર નિરૂપણ જોઈ ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજાની પ્રખર તર્કશક્તિને અને તીવ્ર મેધાશક્તિને બિરદાવ્યા વિના રહી શકાતું નથી. આ કોઈ આગમગ્રંથ નથી, પરંતુ આગમગ્રંથોનાં ગૂઢ રહસ્યોનું ઉદ્ઘાટન કરે તેવો સરળ અર્થબોધક ગ્રંથ છે. માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજે ટીકામાં પણ માત્ર દુર્ગમ અને દુર્બોધ શબ્દોનું સ્પષ્ટીકરણ કરેલ છે. ‘દ્વત્રિશદ્વાર્નાિશિકા ગ્રંથ' સમ્યજ્ઞાનનો દરિયો છે. તેમાં આગમના ગંભીર પદાર્થો, યોગમાર્ગના અતીન્દ્રિય ભાવો, દાર્શનિક પદાર્થો અને આચારસંહિતા પણ ગૂંથાયેલાં છે. તેમ જ અનેક મહત્ત્વના પદાર્થોનું સંકલન અને વિશદીકરણ પણ આ ગ્રંથરત્નમાં કરવામાં આવ્યું છે. જેમ પૂ. સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે સ્વરચિત ગ્રંથોનાં નામાભિધાન, ષોડશક પ્રકરણ, અષ્ટક પ્રકરણ, વિશતિવિંશિકા આદિ તેના વિવિધ શ્લોકસમૂહની સંખ્યાને આશ્રયીને આપેલ છે; તેમ અહીં વિવિધ ૩૨ વિષયોનું નિરૂપણ કરતાં ૩૨ પ્રકરણને રચ્યાં, અને એક એક પ્રકરણમાં ૩૨-૩૨ શ્લોકોનાં ઝૂમખાં મૂકવા દ્વારા, મુખ્ય ૩૨ વિષયોની સાંગોપાંગ અને અર્થગંભીર વિશદ છણાવટ કરેલ છે. ટૂંકમાં પ્રસ્તુત કૃતિ દ્વાત્રિશદ્ધાત્રિશિકા' યોગ, આગમ અને તર્ક-યુક્તિના શિરમોર સમાન એક અણમોલ અને અનુપમ મહાન ગ્રંથ છે. ખરેખર જ, આ શાસ્ત્રોનો વારસો આ કલિકાળમાં આપણને પ્રાપ્ત ન થયો હોત તો આપણે સરળતાપૂર્વક આત્મકલ્યાણ સાધી શકવા સમર્થ કેમ બની શકત ? વર્તમાનમાં તત્ત્વ કે સાર પામવા માટે આલંબનરૂપ આ ગ્રંથ અનેક શાસ્ત્રોના નિચોડરૂપ અમૂલ્ય ખજાનો છે. દ્વાત્રિશદ્ધાત્રિશિકા ગ્રંથનું આ ૨૫મું પ્રકરણ “ક્લેશતાનોપાયઢાત્રિશિકા' છે. ૨૪મી સદૃષ્ટિઢાત્રિશિકામાં સદ્દષ્ટિઓનું વર્ણન કર્યું. આ સદ્દષ્ટિ એ નિર્મળદૃષ્ટિ છે અને તે જ્ઞાન-ક્રિયાથી મિશ્રિત છે. તેથી તે દૃષ્ટિઓ ક્રમસર લેશોનો નાશ કરે છે અને આઠમી દૃષ્ટિવાળા યોગી આઠમી દૃષ્ટિના માહાભ્યથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 164