________________
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/બ્લોક-૨-૩ ટીકાર્ચ -
નૈરીના ... પ્રારે, વૈરાગ્યદર્શનને કારણે=સર્વત્ર જ આત્માના અભાવના અવલોકનને કારણે અન્ય બૌદ્ધો, નિબંધનના વિયોગથી= નિમિત્તના વિરહથી, તૃષ્ણાહાનિસ્વરૂપ ક્લેશના પ્રહાણને ક્લેશના નાશને ઈચ્છે છે.
તે બૌદ્ધો કેવા છે? તે સ્પષ્ટ કરે છે – તવાહિનઃ શાસ્ત્રાનુસજિ: 1 તે બૌદ્ધ સર્વથા=સર્વ પ્રકારે, તર્કવાદી છે, પરંતુ શાસ્ત્રને અનુસરનારા નથી. રા. ભાવાર્થબૌદ્ધમતાનુસાર ક્લેશહાનનો ઉપાય :
સર્વ દર્શનકારો સંસારને ક્લેશરૂપ માને છે અને ક્લેશવગરની અવસ્થારૂપ મોક્ષની પ્રાપ્તિ માટે ઉપદેશ આપે છે છતાં બૌદ્ધો સર્વથા તર્કવાદી છે, તેઓ તકે કરે છે, કે જો આત્મા હોય તો આત્મા પ્રત્યે રાગ થાય, અને રાગ થાય તો ક્લેશનો નાશ થાય નહિ. તેથી સર્વત્ર આત્માનો અભાવ જોવાથી આત્મા પ્રત્યે રાગ થાય નહિ, અને તૃષ્ણાનો ઉચ્છેદ થાય; કેમ કે રાગનો વિષય “પોતે છે' તેવી બુદ્ધિ થવાથી પોતાના પ્રત્યે રાગ થાય છે, અને પોતાને સુખની ઇચ્છા થાય છે, તેથી સર્વ ક્લેશો પ્રગટે છે. માટે ક્લેશના પાનનો ઉપાય સર્વત્ર આત્માના પોતાના, અભાવનું અવલોકન છે, એમ તર્કવાદી બૌદ્ધો કહે છે. પરંતુ જો બૌદ્ધો શાસ્ત્રને અનુસરે તો તેમને માનવું પડે કે શાસ્ત્ર મુક્તિનો ઉપદેશ આપે છે. તેથી મુક્તિ પામનાર આત્મા જ નથી એમ કેવું યુક્તિ વિરુદ્ધ છે માટે તેઓ શાસ્ત્રને અનુસરનારા નથી. શા અવતરણિકા :
एत एव स्वमतं पुरस्कर्तुमाहुः - અવતરણિતાર્થ :
એઓજ-તર્કવાદી એવા બૌદ્ધો જ, સ્વમતને આગળ કરવા માટે કહે છે અર્થાત્ પોતાના મતનું મહત્ત્વ બતાવવા માટે કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org