________________
૨૧
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૭-૮ નથી, આમ છતાં હું છું' તેવો ભ્રમ થાય છે. તેનું નિવારણ કરતાં ગ્રંથકારશ્રી ' કહે છે –
કુમારીમાં પુત્રની બુદ્ધિ કરનાર પુરુષને કુમારી સ્ત્રી દેખાય છે અને વિવાહ કરેલી અન્ય સ્ત્રીને પુત્ર છે તેમ પણ દેખાય છે. ફક્ત કુમારી સ્ત્રીને પુત્ર નથી છતાં પુત્રવાળી અન્ય સ્ત્રીને જોઈને આ કુમારી સ્ત્રીનો પુત્ર છે તેવા સંબંધનો ભ્રમ થાય છે. જ્યારે આત્મા નથી એ કથનમાં તો સંબંધનો ભ્રમ નથી, પરંતુ આત્મા નામના પદાર્થનો અપલોપ છે. અને જ્ઞાનવાદી બૌદ્ધમત પ્રમાણે જગતમાં આત્મા ન હોય તો આત્મા નથી તેવો વિકલ્પ થઈ શકે નહિ. માટે જ્ઞાનવાદી બૌદ્ધના મતથી નૈરાભ્યનો યોગ સંગત થતો નથી. IIળા અવતરણિકા -
શ્લોક-૬માં કહ્યું કે આત્માનો અભાવ અને આત્માના ક્ષણિકત્વમાં વૈરાભ્યનો અયોગ છે. ત્યાર પછી આત્માના અભાવમાં વૈરાગ્યનો અયોગ કેમ છે? તે શ્લોક-૬ના ઉત્તરાર્ધમાં અને શ્લોક-૭માં બતાવ્યું. હવે આત્માના ક્ષણિકતરૂપ બીજા પક્ષમાં વૈરાગ્યનો અયોગ કેમ છે ? તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – બ્લોક - द्वितीयेऽपि क्षणादूर्ध्वं नाशादन्याप्रसिद्धितः ।
अन्यथोत्तरकार्याङ्गभावाविच्छेदतोऽन्वयात् ।।८।। અન્વયાર્થ:
ક્ષહૂિર્વે નારા–ક્ષણથી ઊર્ધ્વમાં નાશ હોવાથી-ક્ષણિકવાદમાં ક્ષણિક એવા આત્માનો ક્ષણ પછી નાશ હોવાથી, કન્યાપ્રસિદ્ધિતિ =અન્યની અપ્રસિદ્ધિને કારણે=બીજી ક્ષણવાળા આત્માની અપ્રસિદ્ધિને કારણે, દ્વિતીયેડપિકબીજા પણ પક્ષમાં-ક્ષણિકત્વરૂપ બીજા પણ પક્ષમાં, વૈરાગ્યનો અયોગ હોવાથી વૈરામ્યવાદી બૌદ્ધોનો મત યુક્ત નથી, એમ શ્લોક-૬ સાથે સંબંધ છે.
૩ન્યથા-ક્ષણિક એવો આત્મા બીજી ક્ષણમાં સર્વથા અભાવરૂપે પ્રાપ્ત થવાથી અનુષ્ઠાન અને ફળાદિની અનુપપત્તિ થતી હોવાને કારણે બીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org