________________
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૮-૯
૨૭ ઉત્તરક્ષણવાળા આત્માની સામગ્રીની પ્રાપ્તિ યોગ્યતાવચ્છિન્ન શક્તિથી ઉપપન્ન થાય છે અર્થાત્ પ્રથમ ક્ષણવાળા આત્મામાં ઉત્તરક્ષણના આત્માને ઉત્પન્ન કરે તેવી યોગ્યતારૂપ શક્તિ છે, અને તે શક્તિથી જ તે ઉત્તરક્ષણના આત્માને ઉત્પન્ન કરે છે તેમ માનવું પડે. અને તેમ સ્વીકારીએ તો પ્રથમ ક્ષણવાળા આત્મામાં ઉત્તરક્ષણવાળા આત્મારૂપે પરિણમન પામવાની જે યોગ્યતારૂપ શક્તિ છે, તે શક્તિ જ ઉત્તરક્ષણરૂપે પરિણમન પામી, તેમ માનવું પડે. અને તેમ સ્વીકારીએ તો આત્મા સર્વથા નાશ પામતો નથી તેમ માનવું પડે, અને કહેવું પડે કે પૂર્વલણવાળો આત્મા ઉત્તરક્ષણવાળા આત્મારૂપે પરિણમન પામે તેવી યોગ્યતાવાળો છે, તેથી તે યોગ્યતા ઉત્તરક્ષણવાળા આત્મારૂપે પરિણમન પામી. અને તેમ સ્વીકારવાથી આત્મા ક્ષણિક નથી, પરંતુ કોઈક ભાવથી ક્ષણિક હોવા છતાં દ્રવ્યરૂપે નિત્ય છે. અને આત્માને દ્રવ્યરૂપે નિત્ય સ્વીકારીએ તો નૈરાભ્યદર્શનનો અયોગ પ્રાપ્ત થાય. માટે નૈરામ્યદર્શનથી ક્લેશનાશ થાય છે એ પ્રકારનો બૌદ્ધનો મત ક્ષણિકત્વરૂપ બીજા વિકલ્પથી યુક્ત નથી. ૮. શ્લોક-નું ઉત્થાન -
શ્લોક-ડુમાં કહ્યું કે આત્માના અભાવમાં અને આત્માના ક્ષણિક્તમાં નૈરાભ્યનો અયોગ છે. ત્યાર પછી આત્માના અભાવમાં નૈરાભ્યનો અયોગ કેમ છે. તે શ્લોક-ન્ડના ઉત્તરાર્ધમાં અને શ્લોક-૭માં સ્પષ્ટ કર્યું, અને આત્માના ક્ષણિકત્વમાં નિરાભ્યનો અયોગ કેમ છે ? તે શ્લોક-૮માં સ્પષ્ટ કર્યું. હવે આત્માને ક્ષણિક સ્વીકારીએ તો ત્રણ વિકલ્પો થાય છે, અને તે ત્રણ વિકલ્પોના બળથી પણ આત્મા ક્ષણિક સિદ્ધ થઈ શકતો નથી, તે બતાવવા અર્થે કહે છે –
અથવા આત્માનો અભાવ સ્વીકારીએ તો નૈરાભ્યનો યોગ થઈ શક્તો નથી; કેમ કે આત્માનો અભાવ સ્વીકારવાથી આત્મા નથી તે રૂપ નૈરાગ્યનો યોગ તો સંગત થાય, પરંતુ આત્મા ન હોય તો સદનુષ્ઠાન અને સદનુષ્ઠાનના ફળનો વિચાર કરવાનું રહે નહિ, છતાં નૈરામ્યવાદી એવા બૌદ્ધો પણ વૈરાગ્યના અર્થે નરામ્યવાદનું સ્થાપન કરે છે. તેથી શબ્દથી નૈરાભ્યનો યોગ હોવા છતાં નૈરાશ્યના કથનનું પ્રયોજન આત્માના અભાવપક્ષમાં સંગત થાય નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org