________________
૨૬
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૮ કારણ થાય=પ્રથમ ક્ષણવાળો આત્મા બીજી ક્ષણવાળા આત્મારૂપે પરિણમન પામે એમ કહેવું પડે અને તેમ સ્વીકારીએ તો પ્રથમ ક્ષણમાં અને બીજી ક્ષણમાં આત્માનો અવિચ્છેદ છે અર્થાત્ બંને ક્ષણમાં આત્માનો અન્વય છે એમ સિદ્ધ થાય.
કઈ રીતે બીજી ક્ષણમાં આત્માનો અન્વય છે ? તે ૫.” કરતાં ગ્રંથકારશ્રી કહે છે ––
પ્રથમ ક્ષણવાળો આત્મા કોઈક પ્રકારના ભાવથી=પ્રથમ ક્ષણમાં વર્તતા પર્યાયરૂપ ભાવથી, અભાવવાળો થાય છે, પરંતુ સર્વથા અભાવવાળો થતો નથી, અને કોઈક પ્રકારના ભાવના અભાવપૂર્વક બીજી ક્ષણવાળા આત્મારૂપે પરિણમન પામે છે. તેથી પ્રથમ ક્ષણમાં અને બીજી ક્ષણમાં કોઈક ભાવાત્મક પદાર્થની અનુવૃત્તિ ધ્રુવ છે. તેથી આત્મા ક્ષણિક નથી, પરંતુ કોઈક અપેક્ષાએ નાશ પામે છે તો કોઈક અપેક્ષાએ વિદ્યમાન છે તેમ સ્વીકાર થાય છે. માટે આત્મા ક્ષણિક છે તેમ કહીને નૈરાશ્યનો યોગ સિદ્ધ થઈ શકે નહિ, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે.
અહીં નૈરામ્યવાદી બૌદ્ધ કહે કે પ્રથમ ક્ષણવાળો આત્મા સર્વથા અસત્ થાય છે, અને બીજી ક્ષણવાળો આત્મા નવો ઉત્પન્ન થાય છે, તેથી અનુગત કોઈ ધ્રુવ પદાર્થ નથી. માટે વર્તમાનક્ષણમાં જે હું છું તે બીજી ક્ષણમાં સર્વથા નથી એવો બોધ થવાથી નૈરાભ્યનો યોગ થાય છે, અને તે નૈરાભ્યનો યોગ ક્લેશનાશનો ઉપાય છે તેમ સંગત થશે. તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે –
જેમ- ખરવિષાણ સર્વથા અસત્ છે, માટે સર્વથા અસતું એવા ખરવિષાણમાં ઉત્તરભાવરૂપે પરિણમન પામવાની શક્તિનો અભાવ છે, તેમ પ્રથમ ક્ષણવાળો આત્મા બીજી ક્ષણમાં સર્વથા અસત્ થતો હોય તો ઉત્તરક્ષણના ભાવરૂપે પરિણમનની શક્તિનો પ્રથમ ક્ષણવાળા આત્મામાં અભાવ પ્રાપ્ત થાય, તેથી બીજી ક્ષણમાં તેનાથી=પ્રથમ ક્ષણવાળા આત્માથી કોઈ ભાવ ઉત્પન્ન થઈ શકે નહિ, અને ઉત્તરક્ષણના ભાવરૂપે પ્રથમ ક્ષણવાળો આત્મા થાય છે તેમ સ્વીકારવું હોય, તો તેમ માનવું પડે કે પ્રથમ ક્ષણવાળો આત્મા ઉત્તરક્ષણના આત્માની સામગ્રીરૂપ છેaઉપાદાન સામગ્રીરૂપ છે, અને પ્રથમ ક્ષણવાળા આત્મામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org