________________
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/મ્લોક-૮
જેમ અર્થાત્ ગધેડાના શિંગડાની જેમ સર્વથા અસત્ એવા આત્માના ઉત્તરભાવરૂપ પરિણમનની શક્તિનો અભાવ હોવાથી, સદૃશક્ષણાંતર સામગ્રીની સંપત્તિની પણ=પૂર્વક્ષણના આત્માસદ્દેશ બીજી ક્ષણવાળો જે આત્મા તે રૂપ સદેશક્ષણાંતર અને તે સદેશક્ષણાંતરની સામગ્રી પૂર્વક્ષણવાળો આત્મા તેવા આત્માની પ્રાપ્તિની પણ, યોગ્યતાવચ્છિન્તશક્તિથી જ ઉપપત્તિ હોવાથી=ઉત્તરક્ષણના આત્માને ઉત્પન્ન કરે એવી યોગ્યતાવાળી શક્તિથી જ ઉપપત્તિ હોવાથી, ક્ષણદ્રયમાં આત્માની અનુવૃત્તિનું ધ્રુવપણું છે, માટે આત્મા ક્ષણિક નથી, એમ સંબંધ છે. કૃતિ શબ્દ ટીકાના કથનની સમાપ્તિ સૂચક છે. ||૮||
સટ્ટાક્ષળાન્તર સામગ્રીસંપત્તેવિ - અહીં પિથી એ કહેવું છે કે સદશક્ષણાંત૨ની પ્રાપ્તિ તો યોગ્યતાવચ્છિન્ન શક્તિથી જ થઈ શકે છે, પરંતુ સદશક્ષણાંતરની સામગ્રીની પ્રાપ્તિની પણ યોગ્યતાવચ્છિન્ન શક્તિથી ઉપપત્તિ છે.
ભાવાર્થ :
ભાવથી ભાવનો સ્વીકાર કરાયે છતે ઉત્તરકાર્ય પ્રતિ અંગભાવ હોવાને કારણે બીજીક્ષણમાં ભાવાત્મક પદાર્થનો અવિચ્છેદ હોવાથી અન્વયની પ્રાપ્તિ થવાને કારણે આત્માના ક્ષણિકત્વની અસિદ્ધિ -
આત્માને ક્ષણિક સ્વીકારવાથી બીજી ક્ષણમાં આત્માનો અભાવ થાય, તેથી મોક્ષ માટેનાં અનુષ્ઠાન અને મોક્ષરૂપ ફળની આત્માને અનુપપત્તિ છે. માટે ક્ષણિકવાદમાં નૈરાત્મ્યનો યોગ ક્લેશનાશનો ઉપાય છે તેમ કહી શકાય નહિ, એમ પૂર્વમાં સ્થાપન કર્યું. તેના નિવારણ માટે નૈરાત્મ્યનો યોગ સ્થાપન કરવા અર્થે બૌદ્ધ કહે છે
૨૫
પ્રથમ ક્ષણવાળા આત્માથી જ બીજી ક્ષણવાળો આત્મા ઉત્પન્ન થાય છે. તેથી તે બીજી ક્ષણવાળા આત્મારૂપ આશ્રયમાં અનુષ્ઠાન અને અનુષ્ઠાનના ફળની સંગતિ થશે. તેને ગ્રંથકારશ્રી કહે છે
—
Jain Education International
જો પ્રથમ ક્ષણવાળા આત્માથી બીજી ક્ષણવાળો ભાવાત્મક આત્મા ઉત્પન્ન થાય છે તેમ સ્વીકારવામાં આવે, તો બીજી ક્ષણવાળા આત્મારૂપ કાર્ય પ્રત્યે પ્રથમ ક્ષણવાળો આત્મા અંગભાવ થાય અર્થાત્ પ્રથમ ક્ષણવાળો આત્મા પરિણામી
For Private & Personal Use Only
www.jainelibrary.org